1. Home
  2. ગુજરાતી
  3. યુક્રેન યુદ્ધ બાદ રશિયા અને અમેરિકાના વિદેશ મંત્રીઓની થઈ મુલાકાત – યુએસ મંત્રીએ ચીન દ્રારા રશિયાને હથિયાર આપવા મામલે ચિંતા જતાવી
યુક્રેન યુદ્ધ બાદ રશિયા અને અમેરિકાના વિદેશ મંત્રીઓની થઈ મુલાકાત – યુએસ મંત્રીએ ચીન દ્રારા રશિયાને હથિયાર આપવા મામલે ચિંતા જતાવી

યુક્રેન યુદ્ધ બાદ રશિયા અને અમેરિકાના વિદેશ મંત્રીઓની થઈ મુલાકાત – યુએસ મંત્રીએ ચીન દ્રારા રશિયાને હથિયાર આપવા મામલે ચિંતા જતાવી

0
Social Share
  • રશિયા અને યુએસના વિદેશમંત્રીઓની મુલાકાત
  • રશિયાને યુએસએ ચીનને હથિયાર સપ્લાય બાબતે કહી આ વાત

દિલ્હીઃ- રશિયા દ્રારા યુક્રેન પર સતત હુમલાઓ કરવામાં આવ્યો બન્ને દેશઓ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી ત્યારે હવે આ સંધર્ષ બાદ રશિયા અને અમેરિકાના વિદેશમંત્રીઓ ગઈ કાલે પ્રથમ વખત આમનેસામને થયા હતા આ બન્ને નેતાઓ વચ્ચે અનેક વિષયને લઈને ઘમાસાણ થઈ હતી.

જાણકારી પ્રમાણે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરેવ G-20 સમિટ માટે ભારતની મુલાકાતે ત્યરે બંને નેતાઓ વચ્ચે લગભગ 10 મિનિટ સુધી મુલાકાત થઈ હતી. જેમાં અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે મેં રશિયાને બિનજવાબદારીભર્યા નિર્ણયો પાછા ખેંચવા અને નવી સંધિનો અમલ ન કરવા વિનંતી કરી.

અમેરિકા યુક્રેનમાં શાંતિ ઈચ્છે છે  અમેરિકાના વિદેશમંત્રીએ કહ્યું કે કૂટનીતિ દ્વારા યુક્રેનને મદદ કરવા અને યુદ્ધ ખતમ કરવાના પક્ષમાં છે. પરંતુ રાષ્ટ્રપતિ પુતિને તેમાં કોઈ રસ દાખવ્યો નથી. આ સહીત ચીનનો પણ ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે જો ચીન રશિયાને ઘાતક સૈન્ય સહાય આપવાનું વિચારી રહ્યું છે તો તે ચિંતાનો વિષય છે. ઘણા ભાગીદાર દેશોએ આ મુદ્દે પોતાની ચિંતા વ્યક્ત કરી છે.

આ સાથે જ યુએસ મંત્રીએ એમ પણ કહ્યું કે મેં રશિયન વિદેશ મંત્રીને કહ્યું કે દુનિયામાં અને આપણા સંબંધોમાં શું થઈ રહ્યું છે તેનાથી કોઈ ફરક પડતો નથી. તેમણે કહ્યું કે અમેરિકા હંમેશા વ્યૂહાત્મક શસ્ત્ર નિયંત્રણમાં જોડાવા અને કાર્યવાહી કરવા તૈયાર રહેશે, જેમ કે અમેરિકા અને સોવિયત સંઘે શીત યુદ્ધની ટોચ પર કર્યું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code