1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિ.માં પ્રવેશ માટે 10,000થી વધુ વિદ્યાર્થીઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન
નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિ.માં પ્રવેશ માટે 10,000થી વધુ વિદ્યાર્થીઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિ.માં પ્રવેશ માટે 10,000થી વધુ વિદ્યાર્થીઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન

0
Social Share

ગાંધીનગરઃ  માત્ર દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ શૈક્ષણિક ક્ષેત્રે આગવી હરોળની ગણાતી ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)માં  શૈક્ષણિક વર્ષ-2023-24માં પ્રવેશ માટે વધુ એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે.  પ્રવેશ નોંધણીના પહેલા જ દિવસે NFSU ખાતે રેકોર્ડ બ્રેકિંગ 10,000થી વધુ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જે NFSUના ઇતિહાસમાં વધુ એક સીમાચિહ્નરૂપ રેકોર્ડ બન્યો છે.

NFSU-ગાંધીનગરના સૂત્રોએ જણાવ્યું હતું કે ડૉ. જે.એમ. વ્યાસ, કુલપતિ-NFSUના માર્ગદર્શન હેઠળ, NFSUમાં શૈક્ષણિક વર્ષ-2023-24 માટે માસ્ટર લેવલ સહિત નવા અભ્યાસક્રમો દાખલ કરવામાં આવ્યા છે. એક જ દિવસમાં NFSUના ઓનલાઈન રજિસ્ટ્રેશન પોર્ટલને દેશભરમાંથી 10,178 રજિસ્ટ્રેશન પ્રાપ્ત થયા છે. જે એક અભૂતપૂર્વ રેકોર્ડ છે. ગાંધીનગર-ગુજરાત ઉપરાંત, વિવિધ કેમ્પસો છે, જેમાં દિલ્હી, ત્રિપુરા, ગોવા, મણિપુર, ભોપાલ, ગુવાહાટી અને પુણેનો સમાવેશ થાય છે. આ વર્ષે NFSUમાં પ્રવેશ માટેની અંતિમ તારીખ 29 મે, 2023  નિયત કરવામાં આવી છે. ફોરેન્સિક સાયન્સિઝના વિવિધ અભ્યાસક્રમોમાં ડિગ્રી મેળવ્યા બાદ નોકરીની તકો સારી ઉપલબ્ધ થતી હોવાને લીધે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં પ્રવેશનો ક્રેઝ વધતો જાય છે. યુનિ.સાથે સૌથી મોટી ફોરેન્સિક લેબ જોડાયેલી છે. જ્યાં અન્ય રાજ્યોના જટિલ ગણાતા કેસો પણ આવી રહ્યા છે. ઉપરાંત સાયબર સિક્યોરિટીના જટિલ કેસો પણ ઉકેલવામાં આવે છે. માત્ર ભારત દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી જાણીતી બની ગઈ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓ વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નેશનલ ફોરેન્સિક એડમિશન ટેસ્ટ (NFAT)-2023 લેવાશે. વિદ્યાર્થીઓ વધુ વિગતો માટે, www.nfsu.ac.in/admission પર ક્લિક કરી શકે છે. આ વિદ્યાર્થીઓ ફોરેન્સિક સાયન્સ અને તે સંબંધિત વિષયોમાં વિવિધ અભ્યાસક્રમોનો અભ્યાસ કરવા માટે જબરદસ્ત રસ દર્શાવે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code