1. Home
  2. ગુજરાતી
  3. નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલની તબિયત લથડી – સારવાર માટે દિલ્હીની એઈમ્સ ખાતે લાવવામાં આવશે
નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલની તબિયત લથડી – સારવાર માટે દિલ્હીની એઈમ્સ ખાતે લાવવામાં આવશે

નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલની તબિયત લથડી – સારવાર માટે દિલ્હીની એઈમ્સ ખાતે લાવવામાં આવશે

0
Social Share

 

દિલ્હીઃ- નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલની તબિયત ગઈકાલથી જ સારી નહતી ત્યારે હવે હાલ તેમની તબિયત વધપ લથડી છે. શ્વાસની તકલીફની ફરિયાદ બાદ તેમને તાત્કાલિક સારવાર આપવા માટે મંગળવારે નેપાળના મહારાજગંજની પ્રખ્યાત ત્રિભુવન યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જો કે દાખલ થયા બાદ પણ તેમની હાલત જેવી હતી તેવી જ રહી , સ્થિતિમાં સુધારો ન થતાં તેને દિલ્હીની એઈમ્સમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જાણકારી પ્રમાણે  પૌડેલની મેડિકલ રિપોર્ટની તપાસમાં તેમના ફેફસામાં ઈન્ફેક્શન જોવા મળ્યું છે.

રાષ્ટ્રપતિના સલાહકાર વતી મીડિયાને રિપોર્ટમાં જણાવાયું છે કે તેમનું  છે  ઓક્સિજનનું સ્તર ઘટી જતાં અમે તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. તેઓ 15 દિવસથી એન્ટિબાયોટિક્સ લઈ રહ્યા છે, પરંતુ તેમની સ્થિતિમાં કોઈ  પણ પ્રકારનો  સુધારો થયો નથી.

આ પહેલા નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને રાષ્ટ્રપતિ પૌડેલની ખબર પૂછી હતી. પ્રમુખ પૌડેલ એક મહિનામાં બીજી વખત હોસ્પિટલમાં દાખલ થયા છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code