1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદીએ ઓડિશાને આપી 8 હજાર કરોડની ભેંટ, વંદે ભારત ટ્રેનને બતાવી લીલીઝંડી
પીએમ મોદીએ ઓડિશાને આપી 8 હજાર કરોડની ભેંટ, વંદે ભારત ટ્રેનને બતાવી લીલીઝંડી

પીએમ મોદીએ ઓડિશાને આપી 8 હજાર કરોડની ભેંટ, વંદે ભારત ટ્રેનને બતાવી લીલીઝંડી

0
Social Share
  • પીએમ મોદીએ ઓડિશાને આપી 8 હજાર કરોડની ભેંટ
  • વંદે ભારત ટ્રેનને બચતાવી લીલીઝંડી

દિલ્હીઃ- પીએમ મોદી આજે ઓડિશાની જનતાને કરોડોની ભેંટ આપી છે,વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ ઓડિશાને 8000 કરોડનો પ્રોજેક્ટ ભેટ આપ્યો હતો. આ સાથે પુરી-હાવડા વંદે ભારત એક્સપ્રેસને પણ વર્ચ્યુઅલ ફ્લેગ ઓફ કરવામાં આવી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

ઓડિશામાં આ પ્રસંગ પર પીએમ મોદીએ કહ્યું કે આજે ઓડિશા અને પશ્ચિમ બંગાળના લોકોને વંદે ભારત ટ્રેનની ભેટ મળી રહી છે. વંદે ભારત ટ્રેન આધુનિક ભારત અને મહત્વાકાંક્ષી ભારતીય બંનેનું પ્રતીક બની રહી છે.

આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે ને કહ્યું કે આજે જ્યારે વંદે ભારત એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ત્યારે તેમાં ભારતની ગતિ અને ભારતની પ્રગતિ  પણ સાથે જદેખાય છે. હવે કોલકાતાથી પુરી જવું હોય કે પુરીથી કોલકાતા, આ સફર માત્ર સાડા છ કલાકની થઈ ગઈ છે. તેમણે કહ્યું કે પાછલા વર્ષોમાં ભારતે સૌથી મુશ્કેલ વૈશ્વિક પરિસ્થિતિઓમાં પણ વિકાસની ગતિ જાળવી રાખી છે. તેની પાછળ એક મોટું કારણ છે કે આ વિકાસમાં દરેક રાજ્યની ભાગીદારી છે, દેશ દરેક રાજ્યને સાથે લઈને આગળ વધી રહ્યો છે.

પીએમએ કહ્યું કે આજનો નવો ભારત પણ પોતે જ ટેક્નોલોજી બનાવી રહ્યો છે અને ઝડપથી નવી સુવિધાઓ દેશના દરેક ખૂણે લઈ જઈ રહ્યો છે. ભારતે આ વંદે ભારત ટ્રેન જાતે જ બનાવી છે. આજે, ભારત પોતાની રીતે 5G ટેક્નોલોજી વિકસાવી રહ્યું છે અને તેને દેશના દૂર-દૂરના વિસ્તારોમાં લઈ જઈ રહ્યું છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code