1. Home
  2. ગુજરાતી
  3. હરિયાણાના અંબાલામાં ટ્રક ડ્રાઈવરો સાથે રાહુલ ગાંધી મુસાફરી કરતા જોવા મળ્યા
હરિયાણાના અંબાલામાં ટ્રક ડ્રાઈવરો સાથે રાહુલ ગાંધી મુસાફરી કરતા જોવા મળ્યા

હરિયાણાના અંબાલામાં ટ્રક ડ્રાઈવરો સાથે રાહુલ ગાંધી મુસાફરી કરતા જોવા મળ્યા

0
Social Share

નવી દિલ્હીઃ બેંગલુરુમાં ડિલિવરી એક્ઝિક્યુટિવ્સ સાથે રાઈડ કર્યા પછી, હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તાજેતરમાં હરિયાણાના અંબાલામાં ટ્રક ડ્રાઈવરો સાથે મુસાફરી કરતા જોવા મળ્યા હતા. ટ્રક ડ્રાઈવરો સાથે મુસાફરી કરતા કોંગ્રેસના નેતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કોંગ્રેસ નેતા ઈમરાન પ્રતાપગઢીએ પણ આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે કહ્યું કે, ટ્રક ડ્રાઈવરોની સમસ્યાઓ જાણવા માટે માત્ર રાહુલ ગાંધી જ તેમની વચ્ચે પહોંચી શકે છે અને તેમની સાથે વાત કરી શકે છે.

કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી ટ્રકમાં સવાર થઈને દિલ્હીથી શિમલા જવા રવાના થયા હતા. રસ્તામાં તેમણે અંબાલાથી ચંદીગઢ સુધી ટ્રકમાં મુસાફરી કરી હતી. કોંગ્રેસના તમામ નેતાઓએ આ વીડિયો શેર કરીને રાહુલ ગાંધીના વખાણ કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો સોમવાર રાતનો છે. કોંગ્રેસના કહેવા પ્રમાણે, તેમની મુલાકાતમાં તેમણે ડ્રાઇવરોના પ્રશ્નો અને સમસ્યાઓને સમજવાનો પણ પ્રયાસ કર્યો હતો.

 

કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે પણ રાહુલ ગાંધીનો વીડિયો શેર કર્યો છે. તેમણે અડધી રાત્રે બસમાં સામાન્ય નાગરિકો અને ટ્રકના ડ્રાઈવરને મળવા પાછળનું કારણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, તેઓ આ દેશના લોકોની વાત સાંભળવા માંગે છે, તેમના પડકારો અને સમસ્યાઓને સમજવા માંગે છે. તેમને આમ કરતા જોઈને એક પ્રકારનો આત્મવિશ્વાસ દેખાય છે. કોઈ તો છે જે લોકો સાથે ઉભું છે. કોઈ એવી વ્યક્તિ છે જે તેમની સારી આવતીકાલ માટે કોઈપણ પ્રકારનું બલિદાન આપવા તૈયાર છે. કોઈ છે જે નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલી રહ્યું છે.

કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી સતત દેશના નાના વર્ગના લોકોને જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. અગાઉ, કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન, તેમણે બેંગલુરુમાં ડિલિવરી બોય સાથે સ્કૂટર સવારી કરી હતી. તેમનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code