Homeગુજરાતીયુએસ સંસદની સંયુક્ત બેઠકને સંબોધિત કરવાના આમંત્રણને લઈને પીએમ મોદીએ કહ્યું, 'હુ...

યુએસ સંસદની સંયુક્ત બેઠકને સંબોધિત કરવાના આમંત્રણને લઈને પીએમ મોદીએ કહ્યું, ‘હુ ગૌરવ અનુભવી રહ્યો છું

  • પીએમ મોદીને યુએસ સેનેટમાં સંયુક્ત બેઠકને બોધન કરવાની મળી તક
  • આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું હું સમ્માનિત અનુભવી રહ્યો છું

દિલ્હીઃ- પીએમ મોદી વિશઅવના લોકલાડીતા નેતા બન્યા છે દેશ વિદેશમાં તેમની લોકપ્રિયતા સતત વધી રહી છે ત્યારે આ મહિનાની 22 કારીખએ તેઓને અમેરિકા દ્રારા ખાસ આમંત્રણ પોતાના દેશમાં આવવા માટે આપવામાં આવ્યું છે એટલું જ નહી અહી સંયુક્ત બેઠકને સંબોધિત કરવાની પીએમ મોદીને તક અપાઈ છે આ આમંત્રણને લઈને પીએમ મોદીએ યુએસનો આભાર માન્યો છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે પીએમ મોદીને યુએસ પાર્લામેન્ટ (કોંગ્રેસ)ની સંયુક્ત બેઠકને સંબોધવા માટે આમંત્રણ મળ્યું છે જે મુજબ 22 જૂને પીએમ મોદી યુએસ કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. તાજેતરમાંપીએમ મોદીએ અમેરિકાના આમંત્રણ પર આભાર વ્યક્ત કર્યો છે.

આ આમંત્રણને લઈને વિતેલા દિવસને મંગળવારના રોજ પીએમ મોદીએ ટ્વીટ કર્યું છે અને કહ્યું છે કે, “હું હાઉસ સ્પીકર કેવિન મેકકાર્થી, સેનેટ રિપબ્લિકન નેતા મેકકોનેલ, સેનેટ બહુમતી નેતા ચક શૂમર અને ગૃહના ડેમોક્રેટિક નેતા હકીમ જેફ્રીઝનો હાર્દિક આમંત્રણ માટે આભાર માનું છું.”

પીએમ મોદી એ વધુમાં ટ્વિટ કરીને એમ પણ કહ્યું છે કે, “આ આમંત્રણ સ્વીકારીને હું સન્માનિત છું અને ફરી એકવાર કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરવા માટે ઉત્સુક છું.” અમે યુનાઇટેડ સ્ટેટ્સ સાથેની અમારી વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી પર ગર્વ અનુભવીએ છીએ, જે વહેંચાયેલ લોકશાહી મૂલ્યો, મજબૂત લોકો-થી-લોકો સુધીના સંબંધો અને વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ માટે અતૂટ પ્રતિબદ્ધતાના પાયા પર બનેલ છે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ જોબાઈડેન 22 જૂને વડા પ્રધાન મોદીની યુએસની સત્તાવાર રાજ્ય મુલાકાતનું આયોજન કરશે, જેમાં રાજ્ય રાત્રિભોજનનો પણ સમાવેશ થશે.એક નિવેદનમાં, યુએસ કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે, “યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને યુએસ સેનેટના દ્વિપક્ષીય નેતૃત્વ વતી, તમને કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરવા માટે આમંત્રિત કરવા માટે અમારા સન્માનની વાત છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular