Homeગુજરાતીઓટોબેંગ્લોરમાં આધુનિક સુવિધાથી સજ્જ આ ઓટોરિક્ષામાં મુસાફરીનો અનેરો આનંદ મળશે

બેંગ્લોરમાં આધુનિક સુવિધાથી સજ્જ આ ઓટોરિક્ષામાં મુસાફરીનો અનેરો આનંદ મળશે

નવી દિલ્હીઃ ભારતમાં કાર મોડિફિકેશનનો પોતાનો ક્રેઝ છે. લોકો લાખો રૂપિયા ખર્ચીને પોતાની કારને અનોખો લુક આપવાનો પ્રયાસ કરે છે. પરંતુ ઓટો રિક્ષા ચલાવનારા લોકો પણ પાછળ નથી. હાલમાં જ એક ઓટો રિક્ષાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઓટો રિક્ષાની ખાસ વાત એ છે કે તેમાં એવી રીતે ફેરફાર કરવામાં આવ્યો છે કે તે તમને લક્ઝરી કારની યાદ અપાવી દેશે. ઓટો ડ્રાઈવરે માત્ર બહારના ભાગ પર જ નહીં પરંતુ તેના વાહનની અંદરના ભાગ પર પણ ઘણા પૈસા ખર્ચ્યા છે. આ ઓટોમાં તમને કારમાં મળતી દરેક સુવિધા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમાં લક્ઝુરિયસ દેખાતી સીટો લગાવવામાં આવી છે, જેની ગાદી એવી છે કે તમે આરામદાયક મુસાફરી અનુભવો. ચમક વધારવા માટે એમ્બિયન્ટ લાઇટિંગ પણ ફીટ કરવામાં આવી છે. ડ્રાઈવરે પણ તેની સગવડતાનું ધ્યાન રાખ્યું છે અને આગળના ભાગમાં ટચસ્ક્રીન ડિસ્પ્લે પણ આપવામાં આવી છે.

આ વિડિયો માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર ‘અજીત સહાની’ (@ajithkumar1995a) દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયોની સાથે તેણે લખ્યું, ‘હેલો બેંગ્લોર… કેટલી અદ્ભુત અને સુંદર ઓટો છે. કોઈએ તેમાં મુસાફરી કરી છે.” જો તમે અંદરના ભાગમાં નજીકથી જોશો, તો પાછળના ભાગમાં એક ટ્રે ટેબલ છે જેના પર મુસાફરો તેમનો સામાન રાખી શકે છે, પાછળના મુસાફરો માટે અલગ પંખો પણ લગાવવામાં આવ્યો છે. સીટો એવી છે કે તમને લક્ઝરી કારની યાદ આવી જશે. આ ઓટોમાં પાછળના ભાગમાં સ્ક્રીન છે જેના પર દક્ષિણ ભારતીય ભાષામાં કંઈક લખેલું જોઈ શકાય છે. સ્ક્રીનની બરાબર નીચે કન્નડ અભિનેતા પુનીત રાજકુમાર અને શંકર નાગના પોસ્ટર છે.

સંબંધિત લેખો

Most Popular