
ફ્રાન્સના રાષ્ટ્રપતિએ પીએમ મોદીની મુલાકાતનો વીડિયો કર્યો શેર – કહ્યું ‘ભારતીય લોકો પ્રત્યે વિશ્વાસ અને મિત્રતા’
દિલ્હીઃ- તાજેતરમાં પીએમ મોદી ફ્રાંસની મુલાકાત લઈને પરત ફર્યા હતા ત્યારે હવે ફ્રાંસના રાષ્ટ્રપતિએ વિતેલા દિવસે પીએમ મોદીનો વીડિયો શેર કર્યો છે.પીએમ મોદી 13 જુલાઈથી શરૂ થયેલી બંને દેશોની મહત્વપૂર્ણ મુલાકાતો પૂર્ણ કરીને ભારત પરત ફર્યા છે.
આ દરમિયાન, શનિવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પીએમ મોદીની દેશની સત્તાવાર મુલાકાત પર એક ખાસ વીડિયો શેર કર્યો. આ સાથે કેપ્શનમાં લખ્યું છે કે ભારતીય લોકો પ્રત્યે વિશ્વાસ અને મિત્રતા.
भारतीय लोगों के प्रति, विश्वास और मित्रता। pic.twitter.com/2xlTIHNAJY
— Emmanuel Macron (@EmmanuelMacron) July 15, 2023
શેર કરેલા આ વીડિયોમાં, પેરિસમાં બેસ્ટિલ ડે પરેડમાં ભારતીય દળોની સહભાગિતા સિવાય, વડા પ્રધાનને નાગરિક અથવા લશ્કરી આદેશોમાં સર્વોચ્ચ ફ્રેન્ચ સન્માન ‘ગ્રાન્ડ ક્રોસ ઑફ ધ લીજન ઑફ ઓનર’ પ્રાપ્ત કરતા જોઈ શકાય છે.
ભારતના રાફેલ ફાઇટર જેટની સહભાગિતા સાથેની પરેડની ઝલક પણ આ વીડિઓમાં સામેલ છે. ફ્રાન્સના લોકોના સન્માનમાં દર વર્ષે 14 જુલાઈના રોજ રાષ્ટ્રીય દિવસ ‘બેસ્ટિલ ડે’ ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન, ભારતમાં ઉજવાતા ગણતંત્ર દિવસની પરેડની જેમ દર વર્ષે પેરિસમાં ફટાકડા ફોડવામાં આવે છે અને એક વિશેષ પરેડ યોજવામાં આવે છે.જેમાં પીએમ મોદી મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા.
વિડિયોમાં પરેડ દરમિયાન બંને દેશોના વડાઓ વચ્ચે થયેલી વાતચીતની હાઈલાઈટ્સ પણ આવરી લેવામાં આવી છે. આટલું જ નહીં લુવર મ્યુઝિયમમાં આયોજિત ડિનરની ઝલક પણ જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસે આ મ્યુઝિયમમાં ભારે ભીડ હોય છે, પરંતુ આ વખતે પીએમ મોદીના ભોજન સમારંભ માટે તેને બંધ કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ મ્યુઝિયમમાં મેક્રોન દ્વારા આયોજિત ડિનરમાં હાજરી આપી હતી.અહી બોલિવૂડ અભિનેતા માધવનની હાજરી પણ જોવા મળી હતી.