1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો, કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે કાળી પટ્ટી બાંધીને લડતનો કર્યો પ્રારંભ
ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો, કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે કાળી પટ્ટી બાંધીને લડતનો કર્યો પ્રારંભ

ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો, કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે કાળી પટ્ટી બાંધીને લડતનો કર્યો પ્રારંભ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓ શિક્ષમ વિભાગના અસહકારભર્યા વલણને કારણે અનેક મુશ્કેલીઓ વેઠી રહી છે. ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકોએ સરકારને અનેકવાર રજુઆતો કરી હોવા છતાંયે પ્રશ્નો ન ઉકેલાતા હવે શાળાના સંચાલકો સાથે શિક્ષકો અને કર્મચારીઓએ પણ સરકાર સામે લડતનો પ્રારંભ કર્યો છે. સોમવારે શિક્ષકો અને કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધીને ફરજ બજાવી હતી, આમ હવે તબક્કાવાર લડત શરૂ કરવામાં આવી છે.

રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં પડતર પ્રશ્નોને લઇને સંચાલકો આક્રમક બન્યા છે. રાજ્ય સરકારને અનેક રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ના મળતા હવે સંચાલક મંડળ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. 20 જુલાઈએ જિલ્લા કલેકટરને આવેદન આવ્યું હતું. જે બાદ સોમવારે કાળી પટ્ટી બાંધી શિક્ષકો અને કર્મચારીઓએ વિરોધ કર્યો હતો. હવે ધારાસભ્યો અને સાંસદોને રજૂઆતો કરાશે. ગુજરાતની ગ્રાન્ટેડ સ્કૂલો ઓક્સિજન પર ચાલી રહી હોય તેવી સ્થિતિ છે. ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની અછત, બિન શૈક્ષણિક કર્મચારીઓની અછત, ગ્રાન્ટ નીતિ સહિતના મુખ્ય પ્રશ્નો છે. આ તમામ પ્રશ્નોને લઈને સરકારને અનેક રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા માત્ર આશ્વાસન જ આપવામાં આવ્યુ છે. જેથી હવે સ્કૂલ સંચાલકો પણ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે.

રાજ્યના ગ્રાન્ટેડ શાળાના સંચાલકોએ પણ સરકાર સામે આંદોલન કરવાનું નક્કી કર્યું હતું. જેની 20 જુલાઈથી શરૂઆત કરી હતી. જેમાં 20 જુલાઈએ કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.  સોમવારે કાળી પટ્ટી ધારણ કરીને શિક્ષકો અને કર્મચારીઓ અભ્યાસ તથા કામ કરીને વિરોધ કર્યો છે. હવે આગામી 29મી જુલાઈએ ધારાસભ્ય અને સાંસદ સભ્યોને આવેદનપત્ર આપવા આવશે. ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોએ  યુ ડાયસ, આધાર ડાયસ, ઓનલાઇન એન્ટ્રી જેવી કામગીરીનો બહિષ્કાર કર્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code