1. Home
  2. revoinews
  3. દેશના રેલ્વે સ્ટેશના પુનઃવિકાસ થવાથી કોઈ પણ પ્રકારના ભાડામાં નહી થાય વધારો – રેલ્વે મંત્રી
દેશના રેલ્વે સ્ટેશના પુનઃવિકાસ થવાથી કોઈ પણ પ્રકારના ભાડામાં નહી થાય વધારો – રેલ્વે મંત્રી

દેશના રેલ્વે સ્ટેશના પુનઃવિકાસ થવાથી કોઈ પણ પ્રકારના ભાડામાં નહી થાય વધારો – રેલ્વે મંત્રી

0
Social Share

દિલ્હીઃ- દેશના અનેક રેલ્વે સ્ટેશનોની કાય પલટવા જઈ રહી છે ત્યારે કેટલાક લોકોના મનમાં સવાલ છે કે રેલ્વે અતિ સુવિધાઓથી સજ્જ બનતા તેના ભાડામામં કે પ્લેટફોર્મ ટિકિટના દરોમાં વધારો થી શકે છે જો કે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મામલે માહિતી આપી હતી.

ઉલ્લેખનીય છે કે રેલ્વેએ દેશના લગભગ 1300 મોટા સ્ટેશનોને ‘અમૃત ભારત સ્ટેશન’ તરીકે પુનઃવિકાસ કરવાની યોજના બનાવી છે વિતેલા દિવસને 6 ઓગસ્ટના રોજ રવિવારે વડાપ્રધાન મોદીએ તેમાંથી 508 અમૃત ભારત સ્ટેશનનો શિલાન્યાસ કર્યો હતો. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં લગભગ  4 હજાર કરોડના ખર્ચે આવા 55 સ્ટેશનો, મધ્યપ્રદેશમાં આશરે  1 હજાર કરોડના ખર્ચે 34 સ્ટેશનો અને 15 હજાર 00 કરોડના ખર્ચે મહારાષ્ટ્રમાં 44 સ્ટેશનો વિકસાવવામાં આવશે. આ સિવાય તમિલનાડુ, કર્ણાટક અને કેરળ સહિત અનેક રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવશે.

પ્રાપ્ત વિગત પ્રમાણે દેશના અનેક રેલ્વેને સુધારવા માટે સ્ટેશનોના પુનઃવિકાસ હેઠળ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 508 રેલ્વે સ્ટેશનોનો શિલાન્યાસ કર્યો. આ સ્ટેશનોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે જોડવામાં આવશે. જો કે, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ખાતરી આપી છે કે સ્ટેશન રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના નામે રેલ્વે ભાડામાં વધારો કરવાનો અમાર ોકોી ઈરાદો નથી.

આથી વઘુમાં અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે રેલવેના પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રૂ. 25,000 કરોડની જરૂર પડશે અને વર્તમાન રેલવે બજેટ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવશે.આ વાત તેમણે એક પ્રેસ કોન્ફોરન્સમાં જણાવી હતી.

વઘુમાં તેમણે એમ પણ જમાવ્યું છે ક પીએમ મોદી સામાન્ય લોકોના જીવનધોરણને સુધારવા માટે કામ કરી રહ્યા છે અને રેલ્વે સ્ટેશનોનો પુનઃવિકાસ આ શ્રેણીમાં એક પગલું છે. અમે દેશના લોકોને કોઈ વધારાના બોજ વગર વર્લ્ડ ક્લાસ સ્ટેશનની સુવિધા આપવા માંગીએ છે. અમે ન તો રેલ ભાડામાં વધારો કરી રહ્યા છીએ અને ન તો રેલ્વે રીડેવલપમેન્ટ ફી જેવી કોઈ ફી લાદી રહ્યા છીએ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code