
દિલ્હી સરકારની જાહેરાત – રાજઘાની દિલ્હીમાં આ વર્ષે પણ ફટાકડા ફોડવા પર રહેશે પ્રતિબંઘ
દિલ્હી – દરવર્ષે દિવાળી પર ફટાકડા ફોડવાના કારણે મોટા પ્રમાણમાં પ્રદુષણ ફેલાતું હોય છે ખાસ કરીવે દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં આમ આડે દિવસે પણ પ્રદુષમની માત્રા વધુ હોય છે ત્યારે દિવાળઈ જેવા તહેવારોમાં લોકોનું શ્વાસ લેવું પણ મુશ્કેલ બને છે આવી સ્થિતિમાં દર વપર્ષે દિલ્હીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંઘ મૂકવામાં આવે છએ ત્યારે આજે ફરી દિલ્હી સરકારે ફટાકડા ફોડવાને લઈને મોટી જાહેરાત કરી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે દિલ્હીમાં આ વર્ષે દિવાળી પર પણ ફટાકડાના વેચાણ અને સળગાવવા પર પ્રતિબંધ ચાલુ રહેશે. દિલ્હી સરકારે આ સૂચના દિલ્હી પોલીસને જારી કરી છે. છેલ્લા ઘણા સમયથી વાયુ પ્રદુષણને ધ્યાનમાં રાખીને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે.
દિલ્હી સરકારે પડોશી રાજ્યોને પણ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરી છે. દિલ્હી સરકારે કહ્યું કે શિયાળામાં પ્રદૂષણને કાબૂમાં લેવા માટેના એક્શન પ્લાનના ભાગરૂપે તેણે ફટાકડાના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.