 
                                    જમ્મુ-કાશ્મીર માટે બનેલા બંધારણના અનુચ્છેદ-370ના ખંડ-1 સિવાયની તમામ જોગવાઈને ખતમ કર્યા બાદ હવે પાકિસ્તાનને પેટમાં તેલ રેડાયું છે.

પાકિસ્તાને ભારત સરકારને યુદ્ધની ધમકી આપી છે. પાકિસ્તાને કહ્યું છે કે ભારત, પાકિસ્તાનને પેલેસ્ટાઈન બનાવવાની કોશિશ કરી રહ્યું છે.
ઈમરાન ખાનની સરકારના પ્રધાન ફવાદ ચૌધરીએ કહ્યુ છે કે સંસદમાં અલગ-અલગ વિષયો પર ગુંચવાવાના સ્થાને પાકિસ્તાને ભારતને જવાબ લોહી, આંસુ અને પરસેવાથી આપવો પડશે. પાકિસ્તાને યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે.
 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

