
PRCI: ગ્લોબલ કોમ્યુનિકેશન કોન્કલેવમાં PRCI-અમદાવાદ ચેપ્ટરને મળ્યો બેસ્ટ કામગીરીનો એવોર્ડ
અમદાવાદઃ પબ્લિક રિલેશન્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PRCI) દ્વારા 17માં ગ્લોબલ કોમ્યુનિકેશન કોન્કલેવનું નવી દિલ્હીમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં PRCI-અમદાવાદ ચેપ્ટરનું વર્ષ દરમિયાન કરવામાં આવેલી શ્રેષ્ઠ કામગીરીને ધ્યાનમાં રાખીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ PRCI-અમદાવાદ ચેપ્ટરના સેક્રેટરી સુભોજીત સેનનું શ્રેષ્ઠ સેક્રેટરીનો એવોર્ડથી સન્માન કરાયું હતું.
17માં ગ્લોબલ કોમ્યુનિકેશન કોન્કલેવમાં PRCI- અમદાવાદ ચેપ્ટરની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી. જેની અમદાવાદ ટેપ્ટરના ચેરમેન શ્રી વિનોદ દવે, સેક્રેટરી શ્રી સુભોજીત સેન, શ્રી ભર્ગવ ઠક્કર અને શ્રી જયંત અરાવતિયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગ્રે ખુશી વ્યક્ત કરતા PRCI- અમદાવાદ ચેપ્ટરના ચેરમેન શ્રી વિનોદ દવેએ જણાવ્યું હતું કે, અમદાવાદ ચેપ્ટરની કામગીરીના દિલ્હીમાં વખાણ થયાં છે. અમારી ટીમ ખુબ સારુ કામ કરી રહી છે અને આગામી વર્ષે પણ ખુબ સંદર કામગીરી કરશે.
અમદાવાદ ચેપ્ટરના સેક્રેટરી શ્રી સુભોજીત સેનએ જણાવ્યું હતું કે, પીઆરસીઆઈમાં 58 નેશનલ અને 5 ઈન્ટરનેશનલ ચેપ્ટરનો સમાવેશ થાય છે. જેમાં 58 ચેપ્ટરમાંથી અમદાવાદ ચેપ્ટરે બેસ્ટ ચેપ્ટરનો એવોર્ડ જીત્યો છે. એટલું જ નહીં અમદાવાદ ચેપ્ટરના સેક્રેટરીને બેસ્ટ સેક્રેટરીનો એવોર્ડ મળ્યો છે.