1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીની હવા ખરાબ શ્રેણીમાં પહોંચવાનું શરુ –  AQI પહોંચ્યો 200ને પાર
દિલ્હીની હવા ખરાબ શ્રેણીમાં પહોંચવાનું શરુ –  AQI પહોંચ્યો 200ને પાર

દિલ્હીની હવા ખરાબ શ્રેણીમાં પહોંચવાનું શરુ –  AQI પહોંચ્યો 200ને પાર

0
Social Share

 

દિલ્હીઃ રાજઘાની દિલ્હીમાં શિયાળો આવતા પહેલા જ હવા પ્રદુષિત બનવાનું શરુ થી જાય છે ક્યાક પ્રદુષણ તેના માટે જવાબદાર છે તો ક્યાંક પાડોશી રાજ્યોમાં બાળવામાં આવતી પરાળીના કારણે પ્રદુણનું સ્તર વઘતુ જોવા મળે છે ત્યારે હવે દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્ષ ખરાબ શ્રેણીમાં પહોંચી રહ્યો છે.

વિતેલા દિવસને ગુરુવારની જો વાત કરવામાં આવે તો એર ક્વોલિટી ઈન્ડેક્સ177 નોંધાયો હતો, જે મધ્યમ શ્રેણીમાં છે. તે જ સમયે, ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ  200 ને પાર કરી ગયો. જેમાં આનંદ વિહાર અને વજીરપુરમાં 208 AQI નોંધવામાં આવ્યો હતો.હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દિલ્હીના પડોશી રાજ્યોમાં સ્ટબલ સળગાવવાની શરૂઆત થઈ છે. તેનો ધુમાડો ધીમે ધીમે હવાની સાથે દિલ્હીને પણ પ્રદૂષિત કરશે.
આ સહીત જો AQI 200ને પાર કરે છે, તો ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (નો પ્રથમ તબક્કો લાગુ કરવામાં આવશે. ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્ર સંસ્થાઅનુસાર, ગુરુવારે હવાની ગુણવત્તા મધ્યમ શ્રેણીમાં રહી હતી. આ સમયગાળા દરમિયાન પવનની દિશા ઉત્તર-પશ્ચિમથી પશ્ચિમ તરફ હતી. પવનની ઝડપ 4 થી 16 કિમી પ્રતિ કલાકની હતી. તેવી જ રીતે શુક્રવારે પણ પવન મધ્યમ રહેવાની ધારણા છે.
વઘુ વિગત પ્રમાણે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર, ગુરુગ્રામ બુધવારે નેશનલ કેપિટલ રિજન માં સૌથી વધુ પ્રદૂષિત હતું, જેમાં AQI 213 નોંધાયો હતો. આ ખરાબ શ્રેણીમાં છે. આ પછી નોઈડામાં 203નો AQI, ગ્રેટર નોઈડામાં 192, ગાઝિયાબાદમાં 160 અને ફરીદાબાદમાં 191 નોંધાયો હતો.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code