અમરેલીઃ જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી અને ધારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય મધુબેન જોશીની ભાઈબીજના દિવસે જ નજીવી બાબતે હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. આ બનાવમાં મધુબેન જોષીના પુત્ર અને એડવોકેટ રવિ જોશી ઉપર પણ જીવલેણ હુમલો કરાયો હતો. મધુબેન જોશીને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યાં જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યાં હતા.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, અમરેલી જિલ્લાના ભાજપના પૂર્વ મંત્રી અને ધારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય મધુબેન જોશી પોતાના વિસ્તારમાં વાહન ટકરાવવા જેવી બાબતને લીધે આરોપીના ઘરે ઠપકો આપવા માટે ગયા હતા. ત્યારે આરોપીઓએ ઉશ્કેરાઈને મધુબેનની હત્યા કરી હતી. મધુબેનની હત્યા ઉપરાંત તેમના એડવોકેટ પુત્ર પર પણ જીવલેણ હુમલો કરાયો હતો.
સૂત્રોના કહેવા મુજબ અમરેલી જિલ્લાના ભાજપના પૂર્વ મંત્રી અને ધારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય મધુબેન જોશીની હત્યા નજીવી વાતે થઈ હતી. વાહન ટકરાવવાની બાબતે મધુબેન આરોપીને ઠપકો આપવા તેમના ઘરે ગયા હતા આ દરમિયાન આરોપીએ મધુબેન પર તીક્ષણ હથિયારો વડે હુમલો કર્યો હતો. જોકે એમનો પુત્ર રવિ માતાને છોડાવવા વચ્ચે પડતા એને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, 108 એમ્બ્યુસન્સમાં મધુબેનને તાત્કાલિક અમરેલીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવથી જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી. દરમિયાન અમરેલી જિલ્લા એસપીએ જણાવ્યું હતું કે, વાહનો ટકરાવવા જેવી નજીવી બાબતે હત્યા થઈ છે. અત્યારે મૃતદેહને સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે અને અમારી ટિમ તપાસ કરી રહી છે. (File photo)
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

