1. Home
  2. ગુજરાતી
  3. વિરાટ કોહલીએ સચિનના હોમ ગ્રાઉન્ડમાં માસ્ટર બ્લાસ્ટરનો રેકોર્ડ તોડી 50મી વન ડે સદી ફકટારી
વિરાટ કોહલીએ સચિનના હોમ ગ્રાઉન્ડમાં માસ્ટર બ્લાસ્ટરનો રેકોર્ડ તોડી 50મી વન ડે સદી ફકટારી

વિરાટ કોહલીએ સચિનના હોમ ગ્રાઉન્ડમાં માસ્ટર બ્લાસ્ટરનો રેકોર્ડ તોડી 50મી વન ડે સદી ફકટારી

0
Social Share

મુંબઈઃ  આઈસીસી વિશ્વકપ 2023માં ભારતીય ટીમના સ્ટાર ગણાતા વિરાટ કોહલીએ  ધમાલ મચાવી છે અને તે એક બાદ એક સચિન તેંડુલકરના રેકોર્ડ તોડી રહ્યો છે. હવે મુંબઈના વાનખેડેમાં વિરાટ કોહલીએ ઈતિહાસ રચી દીધો છે. વિરાટ કોહલીએ પોતાના વનડે કરિયરની 50મી સદી ફટકારી છે. વિરાટ કોહલીએ સચિન તેંડુલકરના 49મી વનડે સદીનો રેકોર્ડ તોડી દીધો છે. આઈસીસી વિશ્વકપ 2023ની સેમીફાઈનલમાં કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારી સચિનનો રેકોર્ડ તોડ્યો હતો. વિરાટ કોહલીએ આ વિશ્વકપમાં ત્રીજી સદી ફટકારી છે.

ભારતીય સ્ટાર બેટર વિરાટ કોહલીએ બુધવારે સચિન તેંડુલકરનો ODI સદીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે તેણે વન-ડે ક્રિકેટમાં 50 સદી પૂરી કરી લીધી છે. સચિન તેંડુલકરના નામે 49 વન-ડે સદી છે. કોહલીએ વર્લ્ડ કપ 2023ની સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારી હતી. આ સાથે તેણે સચિનના હોમ ગ્રાઉન્ડ, મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 50 સદીનો રેકોર્ડ બનાવ્યો હતો. વિરાટ કોહલી વિશ્વકપ 2023માં શાનદાર ફોર્મમાં છે. કોહલીએ ટૂર્નામેન્ટમાં આઠમી વખત 50+ રન બનાવ્યા છે, જેમાં ત્રણ સદી સામેલ છે. કોહલી આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટર છે. હવે તેણે વાનખેડેમાં સદી ફટકારી સચિનનો સૌથી મોટો વિશ્વ રેકોર્ડ તોડી દીધો છે. કોહલીએ બુધવારે ન્યૂઝીલેન્ડ સામે પોતાના વનડે કરિયરની 50મી સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ આ પહેલા બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. ત્યારબાદ સાઉથ આફ્રિકા સામે 49મી સદી ફટકારી સચિનના રેકોર્ડની બરોબરી કરી હતી. જ્યારે આજે વિરાટ કોહલીએ 50મી સદી ફટકારી તો સચિન તેંડુલકર સ્ટેડિયમમાં હાજર હતા.

વિરાટે 2009માં શ્રીલંકા સામે તેની વન-ડે કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. 279 ઇનિંગ્સ બાદ વિરાટ કોહલીએ 50 સદીનો આંકડો સ્પર્શ કર્યો. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 80 સદી ફટકારી છે, વન-ડે સિવાય તેની ટેસ્ટમાં 29 સદી અને T20માં એક સદી છે.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સેમિફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવીને વર્લ્ડ કપની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતીય ટીમ ચોથી વખત ફાઈનલમાં પહોંચી છે. આ પહેલાં ટીમ 1983, 2003 અને 2011માં આ ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી હતી.

ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 4 વિકેટે 397 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ પોતાની કારકિર્દીની 50મી ODI સદી ફટકારી અને 117 રનની ઇનિંગ રમી. શ્રેયસ અય્યરે 105 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 48.5 ઓવરમાં 327 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ડેરીલ મિચેલે 134 રન બનાવ્યા હતા. મોહમ્મદ શમીએ 7 વિકેટ લીધી હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code