 
                                    BCCIનો નિર્ણય – દક્ષિણ આફ્રિકામાં રમાનાર 3 વનડે મેચોની શ્રેણીમાં નહીં રમે સૂર્યકુમાર યાદવ
દિલ્હી – ભારતીય ટીમ ડિસેમ્બર મહિનામાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે, જ્યાં ટીમ 3 વનડે મેચોની શ્રેણી રમશે. જોકે, બીસીસીઆઈએ આ શ્રેણી માટે સૂર્યકુમાર પર ભરોસો ના કરતાં તેને દૂર કર્યો છે.
જાણકારી પ્રમાણે આ મેચમાંથી સૂર્યકુમારને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે માનવામાં આવી રહ્યું છે કે ICC વર્લ્ડ કપ 2023માં ખરાબ પ્રદર્શનને કારણે ટીકાનો ભોગ બનેલા બેટ્સમેન સૂર્યકુમાર યાદવને BCCI તરફથી મોટો ઝટકો લાગ્યો છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ ડિસેમ્બર મહિનામાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે, જ્યાં ટીમ 3 ODI મેચોની શ્રેણી રમશે. જોકે, બીસીસીઆઈએ આ શ્રેણી માટે સૂર્યકુમાર પર વિશ્વાસ કર્યો નથી. માનવામાં આવે છે કે તાજેતરમાં પૂરા થયેલા ICC ODI વર્લ્ડ કપમાં તેના નિરાશાજનક પ્રદર્શનનું પરિણામ છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

