1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદઃ મેટ્રો રેલ ફૈઝ-2ની કામગીરીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું નિરીક્ષણ
અમદાવાદઃ મેટ્રો રેલ ફૈઝ-2ની કામગીરીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું નિરીક્ષણ

અમદાવાદઃ મેટ્રો રેલ ફૈઝ-2ની કામગીરીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું નિરીક્ષણ

0
Social Share
  • અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલનો પ્રોજેક્ટ
  • અમદાવાદમાં ફેઝ-1 હેઠળ મેટ્રો રેલ દોડી રહી છે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેટ્રો રેલ ફૈઝ-2 મોટેરાથી ગાંધીનગરના રૂટ પર સી-2 પ્રોજેક્ટના સાડા 6 કિ.મીટર  માર્ગ પર  નિર્માણાધિન રેલ્વે રૂટ અને સ્ટેશન્સની વિવિધ કામગીરીનું નિરીક્ષણ આજે સવારે મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા અને મેટ્રો રેલ કોર્પોરશનના ચેરમેન તથા મુખ્યમંત્રીના સલાહકાર એસ. એસ. રાઠોર અને વરિષ્ઠ સચિવો સાથે કર્યું હતું.

મુખ્યમંત્રીએ આ રૂટ પરના ભાઇજીપુરા થી ચ-2 સુધીના ધોળાકુવા, રાંદેસણ, ગિફ્ટસિટી સહિતના  વિસ્તારોમાં  થઈ રહેલી નિર્માણ કામગીરીની પ્રગતિની જાત માહિતી સ્થળ મુલાકાત કરીને મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ ત્યાર બાદ વિસત થી નર્મદા કેનાલ થઈને કોબા સર્કલના રૂટ પર  થઈ રહેલી નિર્માણ કામગીરીની પણ નિરીક્ષણ મુલાકાત લીધી હતી અને ટેકનિકલ વિગતો મેળવી હતી.

તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રોરેલની જાહેરાત કરી હતી. તેમજ મેટ્રો રેલ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. અમદાવાદ-ગાંધીનગરને જોડતા આ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઠળ અંતિમ તબક્કાનું કામ ચાલી રહ્યું છે. હાલ અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ દોડી રહી છે. અત્યાર સુધી લાખો લોકોએ મેટ્રો રેલનો લાભ લીધો છે. એટલું જ નહીં અમદાવાદમાં ક્રિકેટ વર્લ્ડ કપની કેટલીક મેચો રમાઈ હતી. આ દરમિયાન પ્રવાસીઓને સરળતા રહે તે માટે મોડે સુધી મેટ્રો રેલ દોડાવવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં હાલ હજારો લોકો દરરોજ મેટ્રો રેલમાં પરિવહન કરે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code