1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલકૂદ મહોત્સવમાં 500 ખેલાડીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલકૂદ મહોત્સવમાં 500 ખેલાડીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલકૂદ મહોત્સવમાં 500 ખેલાડીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો

0
Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 52મો વાર્ષિક ખેલકુદ મહોત્સવમાં સંલગ્ન 68 કોલેજોના 500 જેટલા ખેલાડી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. કુલપતિ ડૉ.નિલાબંરી દવેના અધ્યક્ષસ્થાને શનિવારથી યોજાયેલા ત્રિદિવસીય મહોત્સવમાં 38 સ્પર્ધાઓનું આયોજન થશે. વાર્ષિક ખેલકુદ મહોત્સવના આ ઉદ્ઘાટન સમારંભમાં આંતર યુનિવર્સિટી કુસ્તી તથા વેઇટિંગ સ્પર્ધામાં ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીમાં પસંદ થયેલા ખેલાડીઓનું શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હાજર રહેલા મહેમાનોનું સ્વાગત ડૉ. મીનાક્ષીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વાર્ષિક ખેલકૂદ મહોત્સવનું ઉદધાટન કરતા કુલપતિ ડૉ.નિલાંબરી દવે જણાવ્યું હતુ કે વાર્ષિક ખેલકુદ આ એક કાર્યક્રમ નથી. આ તો એક મિશન છે. ભારતના જન-સામાન્યનાં સ્વભાવમાં રમતોને કેવી રીતે પ્રાથમિકતા મળે, મા-બાપને પણ કેવી રીતે બાળકોની કારકિર્દીમાં રમત-ગમતનાં મહત્ત્વની અનુભૂતિ થાય. કોલેજોમાં ગુરૂજનોને કોલેજની ઈકો સીસ્ટમમાં, આપણી શૈક્ષણિક પ્રણાલીમાં રમતોને જીવન વિકાસનાં એક મહત્ત્વનાં પાસા તરીકે સ્વીકૃતિ મળે તે આવશ્યક છે.
​​​​​
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલકૂદ મહોત્સવમાં એથલેટિક્સ મિટના પ્રથમ દિવસે 10,000 મીટર દોડ, લંગડી ફાળ, વાંસકુદ, બરછી ફેક, હર્ડલ્સ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં 10,000 મીટર દોડ ભાઈઓમાં પ્રથમ નંબરે સંઘાણી કશ્યપ અને સરવૈયા જયેશ રહ્યા હતા.10,000 મીટર દોડ ભાઈઓમાં 43 વર્ષ જૂનો રેકોર્ડ તૂટેલ છે. દ્વિતીય સ્થાને બારૈયા ધાર્મિક તૃતીય સ્થાને મકવાણા મનસુખ જ્યારે બહેનોમાં 10000 મીટર દોડમાં પ્રથમ નંબરે બાવળીયા સોનલ, દ્વિતીય નંબરે નકુમ રંજન, તૃતીય નંબરે ઓળકિયા પાયલ, વાસકુદમાં પ્રથમ બાવળીયા જયરાજ, પ્રથમ ડુમાડિયા રાજલ, દ્વિતીય મકવાણા રંજન, બરછી ફેંક ભાઈઓ પ્રથમ વાસાણી નિલેશ, દ્વિતીય મકવાણા અનિલ, તૃતીય રાઠોડ હરદીપ, બરછી ફેકમાં બહેનો પ્રથમ રંગાણી દ્રષ્ટિ, દ્વિતીય રફાળિયા રક્ષિતા, તૃતીય મેર ખુશી, હર્ડલ્સ 110 ભાઈઓમાં પ્રથમ કરંગીયા અક્ષય, દ્વિતીય ચૌહાણ રાજ, તૃતીય ચૌહાણ મહેશ, હર્ડલ્સ 110 બહેનોમાં પ્રથમ ગાયત્રી પટેલ, દ્વિતીય તાવીયા કાજલ, તૃતીય જાદવ દીપિકા, લંગડી ફાળ કુદ ભાઈઓ, પ્રથમ કડછા દિનેશ, દ્વિતીય મેંદપરા આશિષ, તૃતીય કરંગીયા અક્ષય, લંગડી ફાળકુદ બહેનો, પ્રથમ દુમાડિયા હેતલ, દ્વિતીય શેખ કિંજલતૃતીય ભંડેરી ઈશા રહ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code