1. Home
  2. ગુજરાતી
  3. TMCએ તમામ 42 બેઠકો પર ઉતાર્યા ઉમેદવાર, મમતા બેનર્જીએ ક્હ્યું- બંગાળ દેખાડશે માર્ગ
TMCએ તમામ 42 બેઠકો પર ઉતાર્યા ઉમેદવાર, મમતા બેનર્જીએ ક્હ્યું- બંગાળ દેખાડશે માર્ગ

TMCએ તમામ 42 બેઠકો પર ઉતાર્યા ઉમેદવાર, મમતા બેનર્જીએ ક્હ્યું- બંગાળ દેખાડશે માર્ગ

0
Social Share

કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ટીએમસીએ તમામ 42 બેઠકો પર ઉમેદવારોના નામ ઘોષિત કર્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જીએ ઉમેદવારોના નામની ઘોષણા કરી હતી. તેની સાથે લિસ્ટની ઘોષણાની સાથે એ વાત સ્પષ્ટ થઈ ચુકી છે કે અહીં મમતા બેનર્જીએ વિપક્ષી ગઠબંધન ઈન્ડી માટે કોઈ અવકાશ છોડયો નથી. ટીએમસીના લિસ્ટમાં મહુઆ મોઈત્રા અને પૂર્વ ક્રિકેટર યૂસુફ પઠાણના નામ પણ સામેલ છે. યૂસુફ પઠાણને બહરામપુરથી પશ્ચિમ બંગાળ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અધીર રંજન ચૌધરી સામે ટિકિટ આપવામાં આવી છે.

આ પહેલા મમતા બેનર્જીએ કોલકત્તામાં રેલીને સંબોધિત કરતા એલાન કર્યુ હતું કે તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં એકલાહાથે ચૂંટણી લડશે. તેમણે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર કહ્યુ હતુ કે દેશ કઈ દિશામાં ચાલશે તે બંગાળ નક્કી કરશે. બંગાળ જ દેશને માર્ગ દેખાડશે. તેના સિવાય તેમણે આસામ અને મેઘાલયમાં પણ ચૂંટણી લડવાનું એલાન કર્યું હતું. મમતા બેનર્જીએ કહ્યું છે કે ટીએમસી ઉત્તરપ્રદેશમાં એક લોકસભા બેઠક પર ચૂંટણી લડવા માટે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવની સાથે વાતચીત કરી રહ્યા છે.

ટીએમસીની યાદીમાં મહુઆ મોઈત્રાનું નામ સામેલ છે. પરંતુ નુસરત જહાંનું નામ કાઢી નાખવામાં આવ્યું છે. આ સિવાય મિમી ચક્રવર્તીનું નામ પણ ગાયબ છે. ટીએમસીએ મહુઆ મોઈત્રાને કૃષ્ણાનગરથી ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે શત્રુઘ્ન સિંહાને આસનસોલથી ટિકિટ આપવામાં આવી છે.

આના પહેલા મમતા બેનર્જીએ પોતાના સંબંધોનમાં કોલકત્તા હાઈકોર્ટના અભિજીત ગંગોપાધ્યાય પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ અદાલતનું સમ્માન કરે છે, પરંતુ કેટલાક ન્યાયાધીશ ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે. તેમણે કહ્યુ છે કે અમે ભાજપને બંગાળમાં ક્યારેય એનઆરસી લાગુ કરવા અથવા ખુલ્લી શિબિર ખોલવા દઈશું નહીં. મમતા બેનર્જીએ કહ્યું છે કે વડાપ્રધાન દ્વારા પશ્ચિમ બંગાળ સામે આરોપ લગાવતા પહેલા પોતાના અધિકારીઓ પાસેથી તથ્યોની પુષ્ટિ કરવી જોઈએ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code