1. Home
  2. ગુજરાતી
  3. IPLમાં ડેબ્યૂ કરીને ધૂમ મચાવી શકે છે આ ખેલાડીઓ
IPLમાં ડેબ્યૂ કરીને ધૂમ મચાવી શકે છે આ ખેલાડીઓ

IPLમાં ડેબ્યૂ કરીને ધૂમ મચાવી શકે છે આ ખેલાડીઓ

0
Social Share

IPL બિડિંગમાં હેરાન કરવા વાળી રકમ મેળવનારા કેટલાક ખેલાડીઓ પર બધાની નજર રેશે. ઓસ્ટ્રેલિયન ડાબોડી ફાસ્ટ બોલર સ્પેન્સર જોન્સનનો સમાવેશ થાય છે, જેને ગુજરાત ટાઇટન્સે 10 કરોડમાં ખરીદ્યો હતો, સમીર રિઝવીને ચેન્નાઇ સુપર કિંગ્સે 8.4 કરોડમાં ખરીદ્યો હતો, કુમાર કુશાગ્રને દિલ્હી કેપિટલ્સે 7.2 કરોડમાં ખરીદ્યો હતો અને મુંબઈ ઈન્ડિયન્સે 4.8 કરોડમાં ખરીદેલા દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝી અને શ્રીલંકાના ફાસ્ટ બોલર નુવાન થુસારાને મુંબઈએ 4.8 કરોડમાં ખરીદ્યા હતા તેના પર ખાસ નજર રહેશે.

મેરઠના સમીરથી ઉમ્મીદ
મેરઠના સમીર રિઝવીએ યુપી પ્રીમિયર લીગમાં પોતાના પ્રદર્શનથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું, પણ તેણે પોતે આશા નતી રાખી કે CSK તેને આટલી મોટી રકમમાં લેશે. રણજી ટ્રોફીમાં સમીરનું પ્રદર્શન બહુ સારું નતું, પણ તે IPL પ્લેટફોર્મ દ્વારા પોતાની છાપ છોડવામાં કોઈ કસર છોડશે નહીં.

સ્પેન્સરના બોલથી ગુજરાતની ઉમ્મીદ
સ્પેન્સર જોનસન ગયા વર્ષે ઈન્દોરમાં ભારત સામે ઓસ્ટ્રેલિયા તરફથી એક વનડે રમ્યો હતો. આઠ ઓવરમાં 61 રન આપ્યા પછી, કોઈએ વિચાર્યું નતુ કે IPL બિડમાં તેના પર 10 કરોડ લગાવવામાં આવશે.

શાર્પ અસર છોડી શકે છે
લસિથ મલિંગાની જેમ બોલિંગ કરનાર નુવાન થુસારાએ આ મહિને બાંગ્લાદેશ સામે હેટ્રિક લીધી છે. મુંબઈએ ગેરાલ્ડ કોએત્ઝીને પણ લીધો છે. કોએત્ઝીએ ભારત સામે સારું પ્રદર્શન કર્યું હતું. તે પોતાની ગતિથી વિચલિત કરે છે. ઝારખંડના વિકેટકીપર બેટ્સમેન કુમાર કુશાગ્રને મેળવવા માટે દિલ્હી અને CSK વચ્ચે જોરદાર સ્પર્ધા હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code