1. Home
  2. revoinews
  3. લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં ‘આપ’ના 600 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયાં
લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં ‘આપ’ના 600 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયાં

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં ‘આપ’ના 600 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયાં

0
Social Share

અમદાવાદઃ લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં ભાજપાનું સંખ્યાબળ વધતુ જાય છે. દેશની વિકાસયાત્રામાં સહભાગી થવા આમ આદમી પાર્ટીના 600થી વધુ કાર્યકરોના “કેસરિયા”. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભાજપનો ભરતી મેળો યોજાયો. જેમાં 600થી વધુ વિપક્ષી પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ગાંધીનગરમાં આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં ‘વેલકમ’ કાર્યક્રમ યોજાયો. જેમાં આમ આદમી પાર્ટીના 7 જેટલા નેતાઓએ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તમામને ભાજપનો ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા.

પંચમહાલ જિલ્લામાં પણ ભાજપનો કાર્યક્રમ યોજાયો. જેમાં ગોધરા જિલ્લા પંચાયતના નેતાઓ સહિત 500થી વધુ સમર્થકો ભાજપમાં જોડાયા હતા મહામંત્રી રજની પટેલ, માણસના ધારાસભ્ય જે. એસ. પટેલ, રાણીપ ના MLA ડો હર્ષદ પટેલ સાથે નવા કાર્યકરો અને આગેવાનોને આવકારવામાં આવ્યા હતા. પાટણના શંખેશ્વરમાં કોંગ્રેસ નેતા અને કાર્યકરો ભાજપમાં જોડાયા. તમામ નવા કાર્યકરોએ પ્રધાનમંત્રી મોદીના વિકાસની રાજનીતિથી પ્રેરાઈને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code