લખનઉમાં BSP સુપ્રીમો માયાવતીએ અને મુંબઈ નોર્થ બેઠક પર મંત્રી પિયુષ ગોયલે મતદાન કર્યું
લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કામાં 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. જે સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે.
RBI ગવર્નર શક્તિકાંત દાસે મુંબઈમાં પરિવાર સાથે મતદાન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ મતદાન કર્યું, સાથે સાથે બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર, અભિનેત્રી સાન્યા મલ્હોત્રા, અભિનેતા રાજકુમાર રાવ, અભિનેત્રી જાહન્વી કપૂરે મુંબઈમાં મતદાન કર્યું હતું. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ મતદાન કર્યું, કહ્યું- આ વખતે પરિવર્તન આવશે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

