1. Home
  2. Agency
  3. News
  4. કેનેડામાં બે કિશોરીની છેડતીના આરોપ બાદ ભારતીય વ્યક્તિની હકાલપટ્ટી થશે
કેનેડામાં બે કિશોરીની છેડતીના આરોપ બાદ ભારતીય વ્યક્તિની હકાલપટ્ટી થશે

કેનેડામાં બે કિશોરીની છેડતીના આરોપ બાદ ભારતીય વ્યક્તિની હકાલપટ્ટી થશે

0
Social Share

ટોરન્ટો, 24 નવેમ્બર, 2025ઃ Indian man accused of molesting two teenage girls in Canada કેનેડામાં એક ભારતીય પુરુષ ઉપર કિશોરવયની બે છોકરીઓની છેડતી કરવાનો આરોપ લાગ્યો છે. ઓન્ટારિયોના સર્નિઆમાં એક સ્કૂલની બહાર બે કિશોરની છેડતી બદલ 51 વર્ષીય જગજીત સિંઘ કસૂરવાર ઠર્યો છે અને તેને કેનેડામાંથી હાંકી કાઢવામાં આવશે એટલું જ નહીં પરંતુ તેના ઉપર કેનેડા પ્રવેશ માટે કાયમી પ્રતિબંધ પણ લાગશે.

મીડિયા અહેવાલો અનુસાર જગજીત સિંઘ તેના નવજાત પૌત્રને જોવા માટે ગત જુલાઈમાં કેનેડા પહોંચ્યો હતો. ત્યાં પહોંચ્યા બાદ થોડા સમયમાં તે સ્થાનિક સ્કૂલની બહાર સ્મોકિંગ વિસ્તારમાં આંટા મારવા લાગ્યો હતો.

આ દરમિયાન 8થી 11 સપ્ટેમ્બરની વચ્ચે તેણે એ સ્થળે કેટલીક છોકરીઓનો સંપર્ક કર્યો હતો. જગજીતે એ છોકરીઓ સાથે ડ્રગ્સ અને શરાબની વાતો કરવાનો પ્રયાસ કર્યો હતો એટલું જ નહીં પરંતુ તેમની સાથે ફોટા પડાવવાનો પણ આગ્રહ રાખ્યો હતો.

એક કિશોરીએ તેની પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, પ્રારંભમાં તેણે ફોટા પડાવવાનો ઈનકાર કર્યો હતો પરંતુ છેવટે એવી આશાએ ફોટો પડાવવા સંમત થઈ હતી કે એમ કરવાથી જગજીત ત્યાંથી ચાલ્યો જશે.

જોકે આ વ્યક્તિએ ત્યાંથી ચાલ્યા જવાને બદલે એ કિશોરીને સ્પર્શ કર્યો હતો એટલું જ નહીં પરંતુ તેને આલિંગન કરવા પ્રયાસ કર્યો હતો. પરિણામે છોકરી ગભરાઈ ગઈ હતી અને તેણે જગજીતને ધક્કો મારી દૂર કર્યો હતો.

આ કેસની તપાસ કરનાર પોલીસે જણાવ્યું કે, જગજીત સ્કૂલેથી ઘર તરફ જતી છોકરીઓનો સતત પીછો કરતો હતો.

પોલીસે 16 સપ્ટેમ્બરે જગજીત સિંઘની ધરપકડ કરી હતી અને તેના ઉપર જાતીય સતામણી અને સેક્સ્યુઅલ હુમલાના આરોપ મૂક્યા હતા. તેને જામીન આપવામાં આવ્યા હતા પરંતુ એ જ દિવસે તેના વિરુદ્ધ અન્ય એક ફરિયાદ દાખલ થતાં તેની ફરી ધરપકડ કરવામાં આવી હતી. તેને જરાય અંગ્રેજી આવડતું ન હોવાથી તેના વતી કોઈ રજૂઆત કરવા ઉપલબ્ધ નહોતું તેથી તેણે વધુ એક રાત કસ્ટડીમાં રહેવું પડ્યું હતું.

સ્થાનિક કોર્ટે તેને કસૂરવાર ઠેરવ્યો છે અને તેના ઉપર કેટલાક પ્રતિબંધ પણ લગાવ્યા છે. તેને નવ દિવસની કેદની સજા થઈ શકે છે. તે કસૂરવાર ઠર્યો હોવાથી તેને કેનેડામાંથી હાંકી કાઢવામાં આવશે અને ફરી કદી કેનેડમાં પ્રવેશ કરી શકશે નહીં.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code