1. Home
  2. ગુજરાતી
  3. મૂડીઝનો આશાવાદ: ભારતીય અર્થતંત્ર 7.3 ટકાના દરે દોડશે
મૂડીઝનો આશાવાદ: ભારતીય અર્થતંત્ર 7.3 ટકાના દરે દોડશે

મૂડીઝનો આશાવાદ: ભારતીય અર્થતંત્ર 7.3 ટકાના દરે દોડશે

0
Social Share

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026 : ભારતીય અર્થતંત્રની મજબૂતી અને વધતા વિકાસ દરનો સીધો ફાયદો હવે દેશના વીમા ક્ષેત્રને મળી રહ્યો છે. વૈશ્વિક રેટિંગ એજન્સી ‘મૂડીઝ‘ એ તેના તાજેતરના રિપોર્ટમાં આશા વ્યક્ત કરી છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી 7.3 ટકાના દરે વધશે. મૂડીઝના મતે, આ આર્થિક વિસ્તરણ માત્ર સરેરાશ ઘરેલું આવકમાં વધારો નહીં કરે, પરંતુ વીમા કવરેજની માંગમાં પણ જબરદસ્ત ઉછાળો લાવશે.

મૂડીઝ રેટિંગ્સે ભારતના આર્થિક પરિદ્રશ્ય પર સકારાત્મક વલણ અપનાવતા કહ્યું છે કે, નાણાકીય વર્ષ 2025-26 માં અર્થતંત્ર 7.3 ટકાના દરે વધવાની ધારણા છે, જે પાછલા વર્ષના 6.5 ટકા કરતા વધુ છે. અહેવાલ મુજબ, આર્થિક વિકાસની સીધી અસર પ્રતિ વ્યક્તિ આવક પર પડી છે. નાણાકીય વર્ષ 2024-25 માં માથાદીઠ જીડીપી વાર્ષિક ધોરણે 8.2 ટકા વધીને 11,176 અમેરિકી ડોલર થઈ ગઈ છે. વધતી આવકે લોકોની ખરીદશક્તિ મજબૂત કરી છે, જેનાથી જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમા જેવા ઉત્પાદનોની માંગ વધી છે.

મજબૂત આર્થિક ડેટાએ વીમા ક્ષેત્રને નવી ગતિ આપી છે. મૂડીઝના ડેટા અનુસાર, 2025-26 ના પ્રથમ આઠ મહિનામાં (એપ્રિલ-નવેમ્બર) કુલ વીમા પ્રીમિયમની આવક 17 ટકા વધીને 10.9 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમમાં 14 ટકા અને લાઈફ ઈન્સ્યોરન્સના નવા બિઝનેસ પ્રીમિયમમાં 20 ટકા નો વધારો જોવા મળ્યો છે. આ વૃદ્ધિ પાછલા નાણાકીય વર્ષ (2024-25) કરતા ઘણી ઝડપી છે, જ્યારે પ્રીમિયમમાં માત્ર 7 ટકાનો વધારો નોંધાયો હતો.

મૂડીઝે આ તેજી પાછળ ભારતીય ગ્રાહકોમાં વધેલી જોખમ જાગૃતિ અને ડિજિટલાઇઝેશનને મુખ્ય કારણ ગણાવ્યું છે. ડિજિટલાઇઝેશનને કારણે વીમા ઉત્પાદનોનું વેચાણ અને વિતરણ સરળ બન્યું છે. ભારતીય વીમા નિયામકના 2047 સુધીમાં ‘સૌ માટે વીમા’ ના લક્ષ્યને હાંસલ કરવા માટે આ ગતિ નિર્ણાયક સાબિત થશે.

આ પણ વાંચોઃઅમદાવાદના નારણપુરાની નેશનલ સ્કૂલ બહાર ધોરણ 10ના વિદ્યાર્થી પર છરીથી હુમલો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code