1. Home
  2. revoinews
  3. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, બિન હથિયારી પોલીસ ભરતી અંગે મહત્ત્વના સમાચાર
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, બિન હથિયારી પોલીસ ભરતી અંગે મહત્ત્વના સમાચાર

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, બિન હથિયારી પોલીસ ભરતી અંગે મહત્ત્વના સમાચાર

0
Social Share

ગાંધીનગર, 31 જાન્યુઆરી, 2026 – Gujarat Police Recruitment Board – ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ક્વોલિફાય થયેલા 1023 બિન હથિયારી પો.સ.ઈ.ના દસ્તાવેજોની ચકાસણી માટે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર ઉમેદવારો ભરતી બોર્ડની વેબસાઈટ પરથી પોતાની પસંદગી વિશએની ખાતરી કરી શકશે અને નિયત તારીખોમાં દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. ઉપરાંત દસ્તાવેજ ચકાસણી માટેનો કોલ-લેટર ઓજસ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે.

આ અંગે જારી સત્તાવાર અખબારી યાદી અનુસાર, વર્ષ ૨૦૨૪-૨૫ માં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક: GPRB/202324/1 અન્વયે બિન હથિયારી પો.સ.ઇ. ની કુલ-૪૭૨ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આ ભરતી પ્રક્રિયામાં જે ઉમેદવારો શારીરિક કસોટીમાં ક્વોલીફાઇડ થયેલા હતા તેવા તમામ ૧,૦૨,૯૩૫ ઉમેદવારોની લેખિત પરીક્ષા (પેપર-૧ અને પેપર-૨) તા. ૧૩.૦૪.૨૦૨૫ ના રોજ લેવામાં આવી હતી.

બિન હથિયારી પો.સ.ઇ. ના પરીક્ષા નિયમો મુજબ જે ઉમેદવારોએ પેપર-૧ ના Part-A અને Part-B માં અલગ-અલગ ૪૦ ટકા ગુણ મેળવેલા હોય તેવા ૪૯,૫૯૧ ઉમેદવારોના પેપર-૨ (વર્ણનાત્મક) તપાસવામાં આવ્યા હતા. જે પૈકી પેપર-૨ માં ૪૦ કે તેથી વધુ ગુણ મેળવેલા કુલ ૮૬૭૯ ઉમેદવારો ક્વોલીફાઇડ જાહેર થયા હતા.

બિન હથિયારી પો.સ.ઇ. ના પરીક્ષા નિયમો મુજબ ખાલી જગ્યાના આશરે બે ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવાના હોય છે. જે મુજબ ક્વોલીફાઇડ જાહેર થયેલા ઉમેદવારો પૈકી મેરીટ મુજબ કુલ-૧૦૨૩ ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલીફાઇડ થયા છે અને તેની યાદી તા. ૨૯.૦૧.૨૦૨૬ ના રોજ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલી છે.

દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલીફાઇડ થયેલા આ ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની કામગીરી તા. ૦૫.૦૨.૨૦૨૬ થી તા. ૧૦.૦૨.૨૦૨૬ દરમિયાન ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, જી. ગાંધીનગર ખાતે યોજવામાં આવનાર છે.

અનામત જાતિના ઉમેદવારોએ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર તા. ૨૯.૦૧.૨૦૨૬ ના રોજ મુકવામાં આવેલી સૂચનાઓ મુજબ જરૂરી દસ્તાવેજો દસ્તાવેજ ચકાસણી સમયે રજુ કરવાના રહેશે.

દસ્તાવેજ ચકાસણી માટેના કોલ-લેટર OJAS વેબસાઇટ ઉપરથી તા. ૦૨.૦૨.૨૦૨૬ ના રોજ કલાક ૧૪:૦૦ થી ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે.

આ પણ વાંચોઃ અનન્યાનો આત્મવિશ્વાસ: એક નારીની આર્થિક સુરક્ષાની કથા

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code