
નોબેલ પુરસ્કાર સમિતિએ નોબેલ શાંતિ પુરસ્કારની ઘોષણા કરી છે, વર્ષ 2019નો નોબેલ પુરસ્કાર ઈથિયોપિયાના પ્રધાનમંત્રી અબી હમદ અલીને આપવામાં આવશે. શાંતિ અને આંતરરાષ્ટ્રીય સહયોગ મેળવવાના પ્રયત્નો માટે ખાસકરીને ઈરીટ્રીયા સાથે સરહદ પરના સંઘર્ષનું સમાઘાન કરાવવા માટે ઈથિયોપિયાના પ્રધાનમંત્રીએ કરેલી પહેલ માટે તેમને શાંતિ નોબેલ પુરસ્કાર 2019 આપવામાં આવશે.
Nobel Prize statement: Nobel Peace Prize 2019 to be awarded to Ethiopian Prime Minister Abiy Ahmed Ali for efforts to achieve peace and international cooperation, and in particular for his decisive initiative to resolve the border conflict with neighbouring Eritrea. (file pic) pic.twitter.com/EUEz8KcP6w
— ANI (@ANI) October 11, 2019
ઈથોપિયાના પ્રધાનમંત્રી આર્મીમાં ઈન્ટેલિજેન્સ અધિકારી તરીકેપણ ફરજ બજાવી ચૂક્યા છે. તેઓએ દેશભરમાં મોટા પ્રમાણે આર્થિક અને રાજકીય સુધારા લાગુ કર્યા હતા ઈથિયોપિયાએ તેમના પાડોશી દેશ ઈરીટ્રિયા સાથે 20 વર્ષથી ચાલી આવતા સંઘર્ષને ખતમ કરવા માટે મહત્વની ભૂમિકા ભજવી છે.જે તેમને નોબેલ આપવા માટેનું કારણ સાબિત થયું છે.વર્ષ 2018માં વડાપ્રધાન બન્યા હતા, ત્યારે તેઓએ સ્પષ્ટ કરી દીધું હતું કે તે ઈરીટ્રિયા સાથેની શાંતિ વાર્તાને પુનઃસ્થાપિત કરીને જ રહેશે. ઈરિટ્રિયાના રાષ્ટ્રપતિ ઈસાઈઆસ અફવેરફી સાથે અબિયે શાંતિ કરારનું ખુબ જ સારુ કામ કર્યું અવે વર્ષોથી ચાલી વતા બન્ને દેશોના વિવાદને પડતો મૂક્યો.