1. Home
  2. ગુજરાતી
  3. બૉલિવૂડના શહેનશાહના જીવન સફરના 76 વર્ષ – હેપ્પી બર્થડે બિગ બી
બૉલિવૂડના શહેનશાહના જીવન સફરના 76 વર્ષ – હેપ્પી બર્થડે બિગ બી

બૉલિવૂડના શહેનશાહના જીવન સફરના 76 વર્ષ – હેપ્પી બર્થડે બિગ બી

0

હમ જહાં ખડે હો જાતે હૈ…લાઇન વહીં સે શુરૂ હોતી હૈ…ફિલ્મ કાલીયાનો આ ડાયલોગ અમિતાભ માટે રિયલ લાઈફમાં પણ સાચો સાબિત થયો છે, સદીના મહાનાયક અને બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનના જીવનના સફરના આજે 76 વર્ષ પુરા થતા તેઓ આજે 77ના વર્ષમાં પ્રવેશ્યા છે,બૉલિવૂડમાં પોતાના અભિનયથી કરોડો લોકોના દિલ પર રાજ કરનારા અમિતાબ બચ્ચને ઘણી બધી ફિલ્મો આપી છે જેમની ફિલ્મોના કિરદાર આજે પણ લોકો યાદ કરે છે,તેમની ફિલ્મોના કેટલાક ડાયલોગ્સ તો આજે પણ બોલવામાં આવે છે.

રિલ લાઈફની સાથે બિગબી રિયલ લાઈફમાં પણ હીરો રહ્યા છે,તેમણે તેમના જીવનમાં અનેક નિષ્ફળતો બાદ સફળતાના શિખરો ચડ્યા છે,એક વાર અમિતાબ બચ્ચનને પોતાના અવાજના કારણે ઓલ ઈન્ડિયા રેડીયોમાં સિલેક્ટ કરવામાં નહોતા આવ્યા ત્યારે આજે અનેક રીતે બિગબીનો વાજ લોકો સાંભળી રહ્યા છે અને તેમનો આવાજ તેમની ખાસ ઓળખ બની છે,ત્યાર પછી બિગબી એ બોલિવૂડમાં પોતાના કેરયરની શરુઆત કરી હતી.તેમાં પણ તેમને સફળતા ન મળતા લોકોએ તેમને તંમનું નામ બદલવાની સલાહ આપી જો કે બિગબીએ પોતાના નામ સાથે જ ગળ વઘવાનું પસંદ કર્યું.

એંગ્રી યંગ મેન તરીકે ફેમસ બનેલા અમિતાભજીને લોકોએ સુપર સ્ટારનું નામ આપ્યું, ત્યાર બાદ તેમના ચાહકોની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થતો ગયો તેઓ એક પછી એક સફળતાની સીડી ચઢતા ગયા,60 વર્ષની વયે કોન બનેગા કરોડપતિ શૉથી તેઓ ફરી લોકોના દિલમાં રાજ કરતા થયા.બિગબીને આ શૉ એ એક નવી ઓળખ આપી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code