કૈરો, 02 સપ્ટેમ્બર 2026: ઇજિપ્તના દક્ષિણ સિનાઈ વિસ્તારમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બુધવારે દહાબ-નુવેઈબા રોડ પર થયેલા એક ગંભીર બસ અકસ્માતમાં 16 લોકોનાં મોત થયાં છે અને અન્ય 28 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. દેશના આરોગ્ય મંત્રાલયે આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી છે.
આ અકસ્માત લાલ સમુદ્રના કિનારા નજીકના વિસ્તારમાં થયો હતો, જે પ્રવાસીઓ માટે ખૂબ જ લોકપ્રિય અને ધમધમતું સ્થળ માનવામાં આવે છે. અકસ્માતનું કારણ હાલ તપાસ હેઠળ છે, પરંતુ ઘટના બાદ તરત જ ત્યાં ચીસો અને અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું.
તમામ ઘાયલોની સારવાર ચાલુ
માહિતી મળતાં જ રાહત અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તમામ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઇજિપ્તમાં ગંભીર માર્ગ અકસ્માતો ઘટવાનું નામ નથી લઈ રહ્યા. માત્ર એક મહિના પહેલાં જ ઇજિપ્તના ઇસ્માઇલિયા ગવર્નરેટમાં આવી જ એક દુઃખદ ઘટના બની હતી, જેમાં માર્ગ અકસ્માતમાં 15 લોકોનાં મોત થયાં હતાં અને 32 અન્ય લોકો ઘાયલ થયા હતા.
વધુ વાંચો: યમુનાનગર: 2 કમાન્ડોની શોધમાં 50 જવાનો જોડાયા, 17 કલાકથી અભિયાન ચાલુ


