નવી દિલ્હી, 06 સપ્ટેમ્બર 2026: કેન્દ્ર સરકારે દેશભરની વિવિધ વડી અદાલતોમાં આઠ મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક કરી. સુપ્રીમ કોર્ટના કોલેજિયમની ભલામણના થોડા દિવસો બાદ આ નિમણૂકો કરવામાં આવી હતી.
કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે ‘X’ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, દિલ્હી હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ જસ્ટિસ વલ્લુરી કામેશ્વર રાવની પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ, બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ રવિન્દ્ર વી. ઘુગે કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપશે.
આઠ મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક
ન્યાયમૂર્તિ વલ્લુરી કામેશ્વર રાવ (દિલ્હી હાઈકોર્ટ) – પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
ન્યાયમૂર્તિ રવિન્દ્ર વી. ઘુગે (બોમ્બે હાઈકોર્ટ) – કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
ન્યાયમૂર્તિ સંજય કુમાર અગ્રવાલ (છત્તીસગઢ હાઈકોર્ટ) – રાજસ્થાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
ન્યાયમૂર્તિ મહેશ ચંદ્ર ત્રિપાઠી (અલાહાબાદ હાઈકોર્ટ) – બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
ન્યાયમૂર્તિ અશ્વિની કુમાર મિશ્રા (પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ) – પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
ન્યાયમૂર્તિ કૃષ્ણ રામ મોહપાત્રા (ઓડિશા હાઈકોર્ટ) – છત્તીસગઢ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
ન્યાયમૂર્તિ અલ્પેશ યશવંત કોગજે (ગુજરાત હાઈકોર્ટ) – મધ્ય પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
ન્યાયમૂર્તિ પુષ્પેન્દ્ર સિંહ ભાટી (રાજસ્થાન હાઈકોર્ટ) – જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
વધુ વાંચો: કેરળ: ત્રિશૂરમાં કાર અને બાઇક વચ્ચેની ટક્કરમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત


