Homeગુજરાતીદેશ-વિદેશમણિપુરમાં નગા સમુદાયના કિશોરની ગોળી મારી હત્યા, બે ઉગ્રવાદીની ધરપકડ

મણિપુરમાં નગા સમુદાયના કિશોરની ગોળી મારી હત્યા, બે ઉગ્રવાદીની ધરપકડ

ઇમ્ફાલ, 22 સપ્ટેમ્બર 2026: મણિપુરના તામંગલોંગ જિલ્લામાં ઉગ્રવાદીઓએ નાગા કિશોરની ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, NK વિપેનબુ એન્કાઉ ગામથી તામઈ નગર તરફ એકલા જઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. બાદમાં તેમનો મૃતદેહ ગામના રસ્તા પરથી મળી આવ્યો હતો.

દરમિયાન, સુરક્ષાકર્મીઓએ બંગાળના એક વ્યક્તિને બચાવી લીધો, જેનું મણિપુર આગમન વખતે એરપોર્ટ પરથી અપહરણ કરવામાં આવ્યું હતું.

મોહમ્મદ વસીમ અકરમને 19 સપ્ટેમ્બરે ઇમ્ફાલ એરપોર્ટથી લગભગ 40 કિમી દૂર નરસેના વિસ્તારમાંથી બચાવી લેવામાં આવ્યો હતો. જે વાહનમાં અકરમનું અપહરણ કરવામાં આવ્યું હતું તેના ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. અકરમનું અપહરણ ક્યારે કરવામાં આવ્યું હતું અથવા તેની પાછળનો હેતુ શું હતો તે પોલીસે જણાવ્યું નથી.

રવિવારે ઇમ્ફાલ પશ્ચિમ અને ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાં ખંડણીની પ્રવૃત્તિઓમાં સંડોવણીના આરોપસર સુરક્ષા દળોએ પ્રતિબંધિત સંગઠન સાથે સંકળાયેલા બે ઉગ્રવાદીઓની ધરપકડ કરી હતી. સોમવારે હાથ ધરવામાં આવેલા અન્ય એક અભિયાનમાં, રાજ્ય પોલીસના કમાન્ડો અને 33 આસામ રાઇફલ્સની સંયુક્ત ટીમે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાંથી શસ્ત્રોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો.

વધુ વાંચો: હિમાચલના કુલ્લુમાં કાર 200 મીટર ઊંડી ખીણમાં ખાબકી, ચારનાં મોત

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img