Homeગુજરાતીદેશ-વિદેશનવી દિલ્હી: ગૃહમંત્રીએ નાર્કોટિક્સ વિરોધી ટાસ્ક ફોર્સના વડાઓની ત્રીજી રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન...

નવી દિલ્હી: ગૃહમંત્રીએ નાર્કોટિક્સ વિરોધી ટાસ્ક ફોર્સના વડાઓની ત્રીજી રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું

નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ‘એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ’ના વડાઓની ત્રીજી રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું. બે દિવસીય આ પરિષદનો ઉદ્દેશ્ય ભાવિ પેઢીઓને ડ્રગ્સના જોખમથી બચાવવા અંગે વિચાર-વિમર્શ કરવાનો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા આયોજિત આ પરિષદમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના વડાઓ ભાગ લઈ રહ્યા છે. આ પરિષદની થીમ ‘સંયુક્ત સંકલ્પ, સહિયારી જવાબદારી’ છે.

આ પરિષદમાં વર્ષ 2026-2029ના સમયગાળા માટે નશીલા પદાર્થોના નિયંત્રણ અંગે નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરવામાં ટાસ્ક ફોર્સની ભૂમિકા પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, નશીલા પદાર્થોના પુરવઠા અને માંગમાં ઘટાડો કરવા તેમજ તેનાથી થતા નુકસાનને ઘટાડવાના કેન્દ્ર સરકારના પગલાંને વધુ સુદ્રઢ બનાવવા માટે યોગ્ય નીતિઓ અપનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

સંમેલન દરમિયાન, ગૃહમંત્રીએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની નવી વેબસાઇટનું લોકાર્પણ કર્યું. તેમણે નશીલા પદાર્થોના દુરુપયોગ અંગે જાગૃતિ લાવવા માટે ચાર ટેલિવિઝન જાહેરાતો પણ જાહેર કરી. શ્રી શાહે લખનૌમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની નવી પ્રાદેશિક કચેરી અને રહેણાંક સંકુલ તેમજ દેહરાદૂનમાં નવી પ્રાદેશિક કચેરી સંકુલનો શિલાન્યાસ કર્યો.

ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દેશના યુવાનોને નશીલા પદાર્થોની દુષ્અસરોથી બચાવવા માટે ‘મિશન મોડ’માં કામ કરી રહી છે. મંત્રાલયે નોંધ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’નું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે અને નશામુક્ત ભારતનું નિર્માણ કર્યા વિના આ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય તેમ નથી.

વધુ વાંચો: ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને નવમા ભારત આંતરરાષ્ટ્રીય જળ સપ્તાહ-2026નો શુભારંભ કરાવ્યો

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular