નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર 2026: ઉપ-રાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને આજે નવી દિલ્હીમાં ‘9મા ઈન્ડિયા ઈન્ટરનેશનલ વોટર વીક-2026’નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ અને સંરક્ષણ પર ભાર મૂક્યો હતો. રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે, ‘વોટર વીક’ એ જળ વ્યવસ્થાપનના પડકારો અંગે તમામ હિતધારકો વચ્ચે વિચાર-વિમર્શ માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડે છે.
જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે સરકાર દેશના દરેક નાગરિકને સુરક્ષિત અને પર્યાપ્ત પીવાનું પાણી પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે પાણી એ સહિયારું સંસાધન છે અને તેથી, જળ સુરક્ષા પણ સહિયારી જવાબદારી છે.
આ વર્ષના ‘વોટર વીક’ (જળ સપ્તાહ)ની થીમ ‘આબોહવા-સ્થિતિસ્થાપક જળ વ્યવસ્થાપન’ છે. પાંચ દિવસના આ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ દરમિયાન, નીતિ-નિર્ધારકો, જળ ક્ષેત્રના નિષ્ણાતો, સંશોધકો, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, નાગરિક સમાજ અને યુવા વ્યાવસાયિકો જળ-સંબંધિત ઉભરતા પડકારો, નવીનતાઓ અને ઉકેલો પર વિચાર-વિમર્શ કરશે.
વધુ વાંચો: જમુઈ છેડતી કાંડ: બે આરોપીઓ સાથે એન્કાઉન્ટર, એકને ગોળી વાગી અને બીજાનો પગ તૂટ્યો


