Homeગુજરાતીગુજરાતડાંગમાં કાર નદીમાં ખાબકતા અધિક કલેક્ટર સહિત 2ના મોત, નાયબ મામલતદાર ઈજાગ્રસ્ત

ડાંગમાં કાર નદીમાં ખાબકતા અધિક કલેક્ટર સહિત 2ના મોત, નાયબ મામલતદાર ઈજાગ્રસ્ત

સુરત, 10 ઓક્ટોબર 2026: ડાંગ જિલ્લાના આહવા–વઘઈ રોડ પર શનિવારે વહેલી સવારે એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જતી એક કાર અચાનક અનિયંત્રિત થઈને માર્ગની રેલિંગ તોડીને નીચે વહેતી ખાપરી નદીમાં ખાબકી હતી. આ કરૂણ દુર્ઘટનામાં કારમાં સવાર અધિક કલેક્ટર સહિત બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકામાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક અધિકારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વહેલી સવારે આહવા-વઘઈ માર્ગ પરથી પસાર થઈ રહેલી કારના ચાલકે અચાનક કાબૂ ગુમાવતાં કાર પુલની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર રેલિંગ તોડીને નદીમાં આશરે 35 ફૂટ ઊંડે ખાબકી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર અધિક કલેક્ટર સંદીપ એન. ડામોર અને શૈલેષ ડી. ગરાસિયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં મુસાફરી કરી રહેલા નાયબ મામલતદાર સોનુ બી. બારિયાનો આબાદ બચાવ થયો હતો.

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગંભીર રીતે ઈજાગ્રસ્ત નાયબ મામલતદાર સોનુભાઈને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે સ્થાનિક પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નદીના ઊંડાણમાંથી કૂચડો બની ગયેલી કારને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી અને ભારે જહમત બાદ કારને નદીમાંથી બહાર કઢાઈ હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular