Homeગુજરાતીદેશ-વિદેશભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે હૈદરાબાદમાં ચોથી T20I મેચ રમાશે

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે હૈદરાબાદમાં ચોથી T20I મેચ રમાશે

હૈદરાબાદ, 14 ઓક્ટોબર 2026: ભારતીય ક્રિકેટ ટીમ આજે (14 ઓક્ટોબર 2026) હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે પાંચ મેચોની T20I સિરીઝની ચોથી મુકાબલો રમવા માટે મેદાનમાં ઉતરશે. આ મેચ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. ભારતીય ક્રિકેટ ટીમ હાલ સીરિઝમાં 2-1થી આગળ છે. ભારતીય ક્રિકેટ ટીમ આજે સીરિઝ જીતવા માટે મેદાનમાં ઉતરશે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ સીરિઝને 2-2ની બરાબરી કરવા માટે મેદાનમાં ઉતરશે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 સિરીઝ પહેલા ભારતીય ક્રીકેટ ટીમ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વન-ડે સિરીઝ રમાઈ હતી. જેમાં ભારતીય ક્રિકેટ ટીમે 2-1થી જીત મેળવી હતી. જ્યારે પાંચ મેચોની આ T20I સિરીઝમાં ટીમ ઈન્ડિયા હાલ 2-1 ની સરસાઈ ધરાવે છે. ભારતીય ટીમ ઈન્દૌરમાં રમાયેલી રોમાંચક ત્રીજી મેચમાં 14 રને વિજય મેળવીને સિરીઝમાં આગળ છે. જો આજની મેચમાં ભારતીય ટીમ જીત મેળવવામાં સફળ રહે છે. શ્રેયસ અય્યરના નેતૃત્વમાં રમી રહેલી યુવા અને અનુભવી ખેલાડીઓથી સજ્જ ટીમ ઈન્ડિયા પોતાના શાનદાર ફોર્મને યથાવત રાખીને હૈદરાબાદમાં જ સિરીઝ જીતવા માટે પૂરી તાકાત લગાવશે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ સિરીઝમાં પુનરાગમન કરવા માટે સંઘર્ષ કરશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular