HomeગુજરાતીREVOઈમેગેઝિનચાલો માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરીએ

ચાલો માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરીએ

મારા અંગત કાર્યથી મારે થોડાક સમય પહેલાં કોર્પોરેટ ઓફિસમાં જવાનું થયું હતું. મારુ કામ કોમ્પ્લેક્ષના સાતમાં માળ પર હતું તો મે ઓફિસમાં જવા માટે’લીફ્ટમાં ઉપર જવા માટેનું બટન દબાવ્યું તેવામાં મારી પાછળ ત્રણેક જેટલા પુરુષો આવ્યા, તેમની વાતો પરથી લાગ્યું કે કદાચ તેઓ કોઈ બીમારી વિશે વાત કરતાં હશે. તેમાં એક જણે કહ્યું કે છેલ્લાં કેટલાંક વર્ષથી જુઓ ને કેવી કેવી બીમારીઓ નીકળી છે ક્યારેક તો નામ પણ સાંભળ્યા ના હોય અને તેવી બીમારીઓ હાલ લોકોને થઈ રહી છે. તે ગ્રૂપના બીજા વ્યક્તિએ કીધું કે હા વાત સાચી છે જુઓને અડધી બીમારીના પાછળ તો આપણાં બધાને થતી ખોટી ચિંતા, સ્ટ્રેસ અને ડિપ્રેશન છે. આ વાક્ય સાંભળીને મને લાગ્યું કે હા હવે, કદાચ આપણા સમાજમાં લોકો માનસિક બીમારી અને માનસિક સ્વાસ્થ્યને સમજતા થયા છીએ અને તેની જાગૃતિ સમાજમાં આવી છે.

વિશ્વભરમાં વિશ્વ આરોગ્ય સંસ્થા ધ્વારા દર ૧૦ ઑક્ટોબર દિવસને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ દિન તરીકે ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ વિશ્વમાં માનસિક બીમારી અને માનસિક સ્વાસ્થય વિશે જાગૃતિ લાવવાનો છે. જો આપણા દેશની વાત કરીએ તો માનસિક સ્વાસ્થયને લઈને જાગૃતતા ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. લોકો હવે સામેથી માનસિક સારવાર માટે માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાત પાસે આવતા થયા છે. માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો મતે કોરોના પછીના સમયમાં માનસિક બીમારીના દર્દીઓમાં વધારો થયો છે. આપણાં સમાજમાં પહેલાં એવો પૂર્વગ્રહ હતો કે જે લોકો નબળા મનનાં અથવા વ્યક્તિત્વના હોય છે તેમને જ માનિસક બીમારી થાય છે. પરંતુ આવું કહેવું અયોગ્ય છે. દરેક વ્યક્તિને જેટલું સારું શારીરિક સ્વાસ્થય મેટર્સ કરે છે તેટલું જ માનસિક સ્વાસ્થ્ય પણ મેટર્સ કરે છે. ઘણાં બધા સેલિબ્રિટિસે પોતાના માનસિક અસ્વસ્થતાને લઈ પબ્લિકલી પોતાની સમસ્યાને લોકો સાથે રજૂ કરી છે જેમ કે, દિપીકા પાદુકોણ, હની સિંઘ, શાહરુખ ખાન, વરુણ ધવન..

માનસિક સમસ્યા થવા માટે ઘણાં કારણો જવાબદાર છે જેમાં મુખ્ય રીતે સમજી તો  જ્યારે આપણે કોઈ પરિસ્થિતિ કે ઘટનાનો યોગ્ય રીતે સામનો નથી કરી શકતા ત્યારે માનસિક સમસ્યા ઉદ્દભવી શકે છે. આપણાં મગજમાં આવેલા રાસાયણિક તત્વોમાં જ્યારે બદલાવ આવે ત્યારે માનસિક સમસ્યા થઈ શકે છે. કેટલીક માનસિક સમસ્યા એ વારસાગત પણ હોય છે. જેના લીધે પણ વ્યક્તિને માનસિક બીમારી થવાની શક્યતાઓ રહેલી છે. જો ચોક્કસ સમયમાં વ્યક્તિ માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાત પાસે સારવાર લેવા માટે પહોંચી જાય તો આપણે માનસિક સ્વાસ્થ્યમાં સુધારો લાવી શકીએ છીએ.

આપણે બધા જેટલું ફિજિકલ ઈમ્યુનિટીને મેન્ટેન રાખવા માટે ફિજિકલ ફિટનેસ, ડાયેટ, તરફ ધ્યાન આપી છીએ તેટલું માનસિક સ્વાસ્થ્ય માટે નથી આપતાં. માનસિક સ્વાસ્થયને જાળવવા માટે આપણે ‘મેન્ટલ ઇમ્યુનિટી સિસ્ટમ’ ઉપર ફોકસ કરવું જરૂરી છે. ‘મેન્ટલ ઇમ્યુનિટી સિસ્ટમ’ એટલે કે નેગેટિવ વિચારો, ડર, ઇમોશન્સ, બોધાત્મક શક્તિઓને કઈ રીતે મેન્ટેન રાખીને તેનું કઈ રીતે વ્યવસ્થાપન કરીએ છીએ તેના ઉપર છે. જે રીતે યોગ્ય કસરત, સારું ડાયેટ આપણને હેલ્ધી રાખવા માટે અગત્યના છે તે રીતે વિધાયક વિચારો અને ઈમોશનનું વ્યવસ્થાપન આપણાં માનસિક સ્વાસ્થયના વ્યવથાપન માટે અગત્યના છે.

મેન્ટલ ઇમ્યુનિટી સિસ્ટમને કાર્યરત કરવા માટે કોઈ પરિસ્થિતિ કે ઘટનાને લઈ થતાં વિચારો, ઇમોશન્સને સરળતાથી સ્વીકારવાની ક્ષમતા વધારવી જોઈએ. Acceptance એ સમસ્યાને હળવી કરવા મતે અસરકારક ભાગ ભજવે છે. વિધાયક દ્રષ્ટિકોણ અપનાવવું જોઈએ. ઈમોશન્સમાં અભિવ્યક્તિ અને તેનું વ્યવસ્થાપન સમજવું જરૂરી છે. ચોક્કસ સમયે યોગ્ય હેતુ અથવા ‘HOPE’  રાખવું જરૂરી છે. એવા ઘણાં વ્યક્તિઓના ઉદાહરણ છે કે જેઓએ ગંભીર બીમારીને વિધાયક દ્રષ્ટિકોણ અને જિંદગી જીવવાનો HOPE એ બીમારીને હરાવવા માટે અસરકારક ભાગ ભજવ્યો હોય.

LET’S Talk about Mental Health

#mentalhealth_is_matter

#breakstigma

 

ડૉ. ચિન્મય દેસાઈ, મનોવિજ્ઞાની
ડૉ. ચિન્મય દેસાઈ, મનોવિજ્ઞાની
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular