Homeગુજરાતીટેકનોલોજીમુઝફ્ફરનગરમાં મોબાઈલ ફોન ફાટતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત

મુઝફ્ફરનગરમાં મોબાઈલ ફોન ફાટતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત

લખનૌ, 21 ઓક્ટોબર 2026: દેશમાં મોબાઈલ ફોનનો ઉપયોગ વધી રહ્યો છે, દરમિયાન ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં મોબાઈલ ફોન ફાટવાની ઘટના સામે આવી છે. આ દૂર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયાનું જાણવા મળે છે. મોબાઈલ ફાટ્યા બાદ વાહન ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સવાર નીટે પટકાયો હતો. ખાઈખેની ખાંડ મિલના કર્મચારી વિકાસ (ઉ.વ. 40) ભત્રીજાના જન્મ દિવસની ઉજવણી કરીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે આ દૂર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટના બાદ પોલીસ ઈજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલ લઈ ગઈ હતી. તબિયત લથતા તેને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ભોપા પોલીસ વિસ્તારમાં આવેલા રહમતપુર ગામમાં રહેતા વિકાસ શાહપુરના માજરા ગામમાં રહેતા ભત્રીજાના જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપીને પોતાના ઘરે પરત ફરી રહ્યાં હતા. ભત્રીજા લક્ષ્યએ જમાવ્યું હતું કે, તેઓ વહલના ચોક વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે શર્ટના ઉપરના ખિસ્સામાં રાખેલો સ્માર્ટ ફોન અચાનક ફાટ્યો હતો. જેથી તેમની બાઈક અનિયંત્રિત થઈ ગઈ હતી. બાઈક ઉપરથી નીચે પટકાયેલા વિકાસને ગંભીર રીતે ઈજા થઈ હતી. યુવાનને માથા ઉપર હાથ અને પગમાં ગંભીર ઈજા થઈ હતી. હોસ્પિટલમાં હાર્ટની સમસ્યાને લઈને ફરિયાદ કરવામાં આવતા તેને અન્ય હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં યુવાનનું મોત થયું હતું. પોલીસ અધિકારી વિજય કુમારે જણાવ્યું હતું કે, ખિસ્સામાં રાખેલો મોબાઈલ ફોન ફાટતા આ દૂર્ઘટના સર્જાઈ હતી. તેમજ આ બનાવમાં યુવાનને ગંભીર રીતે ઘાયલ થયો હતો.

સીએમેસ જિલ્લા હોસ્પિટલના તબીબ ડો. સંજ્ય વર્માએ જણાવ્યું હતું કે, વિકાસને ઘાયલ હાલતમાં સરકારી એમ્બ્યુલન્સમાં જિલ્લા હોસ્પિટલમાં લવાયો હતો. અહીં તેની યોગ્ય સારવાર કરવામાં આવી હતી. દરમિયાન હાર્ટ સંબંધી સમસ્યા વધવાને કારણે તેને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular