Homeગુજરાતીદેશ-વિદેશજાપાન પેરા એશિયન ગેમ્સમાં ભારતના આયુષ વર્માએ શોટપુટમાં જીત્યો ગોલ્ડ મેડલ

જાપાન પેરા એશિયન ગેમ્સમાં ભારતના આયુષ વર્માએ શોટપુટમાં જીત્યો ગોલ્ડ મેડલ

નવી દિલ્હી, 21 ઓક્ટોબર 2026: નાગોયા, આઈચી (જાપાન) ખાતે ચાલી રહેલી એશિયન પેરા ગેમ્સમાં, ભારતના આયુષ વર્માએ આજે ​​શોટ પુટ (ગોળા ફેંક)ની F-53 સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આયુષે તેના પાંચમા પ્રયાસમાં 8.16 મીટરનો થ્રો કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ઈરાનના અલીરેઝા હેમામી બીજા સ્થાને રહ્યા, જ્યારે કઝાકિસ્તાનના મખામ્બેટ સેરીક્કાલિયેવે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું.

અનુભવ ચૌધરીએ પુરુષોની 100 મીટર T35 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. તેમણે 12.72 સેકન્ડનો પોતાનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ સમય નોંધાવીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. ભારત હાલમાં આ સ્પર્ધામાં કુલ 37 મેડલ સાથે છઠ્ઠા સ્થાને છે, જેમાં 10 ગોલ્ડ, 11 સિલ્વર અને 16 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, આજે મહિલા ડબલ્સ સ્પર્ધામાં શીતલ દેવી અને પાયલ નાગની ભારતીય જોડીએ રજત પદક જીત્યો છે. ફાઇનલમાં ચીની જોડી સામે પરાજય મળ્યા બાદ તેમણે રજત પદકથી સંતોષ માનવો પડ્યો હતો. અગાઉની આવૃત્તિમાં, શીતલે સરિતા દેવી સાથે મળીને આ જ સ્પર્ધામાં રજત પદક જીત્યો હતો. હાલમાં ભારત આ સ્પર્ધામાં કુલ 35 પદકો (જેમાં 9 સુવર્ણ, 11 રજત અને 15 કાંસ્ય પદકોનો સમાવેશ થાય છે) સાથે છઠ્ઠા સ્થાને છે.

વધુ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઑક્ટોબરે કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં જોડાશે

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular