મુંબઈ, 21 ઓક્ટોબર 2026: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો હાલ ભારતના પ્રવાસે છે. દરમિયાન ભારતમાં વિપક્ષ અને વિદ્યાર્થી આંદોલનને લઈને યુએનના નિષ્ણાંતોની ટીપ્પણીને લઈને સવાલ પૂછવા મામલે માર્કો રૂબિયોએ ભારતના આંતરિક મામલાઓમાં દખલ આપવાનો ઈન્કાર કર્યો હતો. તેમણે યુએનના નિષ્ણાંતોને ટકોર કરતા કહ્યું કે, ભારત એક લોકતંત્ર છે અને અહીં રાજકીય મામલો ઉપર નિર્ણય ભારતીયોને જ રહે છે.
માર્કો રુબિઓએ ભારતમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન મામલે જણાવ્યું હતું કે, આ એક સ્થાનિક મામલો છે, હું ભારતની રાજનીતિમાં દખલ કરવા માંગતો નથી. ભારતમાં એક લોકતંત્ર છે. પ્રદર્શન કરવું અને અલગ-અલગ રાજકીય વિચાર વ્યક્ત કરવો લોકશાહીનો એક ભાગ છે. જો કે, દેખાવકારોએ શાંતિપૂર્ણ વિરોધ, તેમજ તોડફોડ-આગચંપીથી મિલક્તોને નુકશાન પહોંચાડવા મામલે રુબિઓએ અંતર જણાવ્યું હતું. ક્યુબાનું ઉદાહરણ આપતા માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે, ત્યાં વિપક્ષી અવાજોને જેલ, દમન તથા દેશ છોડવા જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. અમે ભારતના આંતરિક રાજકીય મામલામાં ટીપ્પણી નહીં કરીએ. આ મામલે નિર્ણય લેવો અને તેનો નિકાલ લાવવાનું કામ ભારતીયોનું છે.
આ પહેલા યુએનમાં ભારતના વિરોધ પ્રદર્શનને લઈને કરવામાં આવેલી ટીપ્પણી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ભારતીય બરખા તામ્રાકરએ યુએનમાં મંગળવારે જણાવ્યું હતું કે, માનવાધિકારનો ઉપયોગ રાજકીય દબાણ બનાવવા તથા કેટલાક દેશોને નિશાન બનાવવા માટે ના કરવો જોઈએ. ભારત તરફથી યુએનના વલણ ઉપર સવાલ ઉઠાવતા ફ્રાંસ અને યુરોપના અન્ય ભાગોમાં હિંસક પ્રદર્શનો પર સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પ્રમુખ વોલ્કર તુર્કની ટીપ્પણીઓનો ઉલ્લેખ કર્યો હતો. રિપોર્ટ અનુસાર, તુર્કએ હિંસક પ્રદર્શનકારીઓને ઉપદ્રવીઓ કહ્યાં છે.


