Homeગુજરાતીદેશ-વિદેશજમ્મુ-કાશ્મીરમાં 10 દિવસીય ઝિરી મેળાની શરૂઆત, 23 નવેમ્બરથી શ્રદ્ધા અને ઉત્સવનો સંગમ

જમ્મુ-કાશ્મીરમાં 10 દિવસીય ઝિરી મેળાની શરૂઆત, 23 નવેમ્બરથી શ્રદ્ધા અને ઉત્સવનો સંગમ

નવી દિલ્હી, 20 નવેમ્બર 2026: જમ્મુ અને કાશ્મીરમાં 10 દિવસીય વાર્ષિક ‘ઝીરી મેળો’ 23 નવેમ્બરથી શરૂ થશે. આ મેળો જમ્મુ શહેરની બહાર આવેલા ઝીરી ગામમાં 2 ડિસેમ્બરે સંપન્ન થશે. 16મી સદીના ડોગરા લોકનાયક બાબા જીત્તો અને તેમની પુત્રી બુઆ કૌડીની સ્મૃતિમાં યોજાતા આ મેળામાં જમ્મુ ઉપરાંત પંજાબ, હરિયાણા, દિલ્હી અને હિમાચલ પ્રદેશ જેવા પડોશી રાજ્યોમાંથી લાખો શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ ઉમટી પડે છે.

બાબા જીત્તોને એક જમીનદાર દ્વારા આચરવામાં આવેલા અન્યાય અને શોષણ સામેના સંઘર્ષમાં પોતાના પ્રાણનું બલિદાન આપવા બદલ યાદ કરવામાં આવે છે. આ મેળો પ્રામાણિકતા, સાહસ, સત્ય અને ન્યાય જેવા મૂલ્યોનું પ્રતીક છે અને જમ્મુ ક્ષેત્રના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરે છે.

આ વર્ષે, આ મેળામાં આશરે 15 લાખ મુલાકાતીઓ આવે તેવી અપેક્ષા છે. વિવિધ સરકારી વિભાગો કલ્યાણકારી યોજનાઓ ખાસ કરીને ખેડૂતો અને ગ્રામીણ વિકાસને લગતી યોજનાઓ પ્રદર્શિત કરવા માટે સ્ટોલ ઊભા કરશે. દરમિયાન, વહીવટીતંત્રે મેળા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

વધુ વાંચો: દિલ્હીથી હાપુડ સુધી દોડશે ઇલેક્ટ્રિક બસો, CM રેખા ગુપ્તાએ 100 બસોને આપી લીલી ઝંડી

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img