1. Home
  2. ગુજરાતી
  3. ભારત-ચીન સીમા વિવાદ પર ટ્રમ્પે કહ્યું – અમે મદદ કરવા માટે તૈયાર

ભારત-ચીન સીમા વિવાદ પર ટ્રમ્પે કહ્યું – અમે મદદ કરવા માટે તૈયાર

0
Social Share
  • ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન
  • ભારત-ચીન વચ્ચેના સીમા વિવાદને ઉકેલવા અમેરિકા મદદ કરવા તૈયાર: ટ્રમ્પ
  • જો અમે મદદ કરી શકીએ તો અમને આનંદ થશે: ટ્રમ્પ

ભારત અને ચીનની વચ્ચે જ્યારે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે મદદની વાત કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકા ભારત-ચીન સીમા પરના વિવાદને ઉકેલવામાં મદદ કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે ભારત અને ચીન સીમા પર સ્થિતિ ખૂબ ખરાબ છે. હું ભારત અને ચીનની મદદ કરવા તૈયાર છું. જો અમે કંઇ કરી શકીએ તો મદદ કરવાનું પસંદ કરીશું.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ટ્રમ્પે શુક્રવારે વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું હતું કે, ભારત-ચીન સીમા પર સ્થિતિ ઘણી ખરાબ છે, જો આમાં હસ્તક્ષેપ કરને કોઇ મદદ કરીશું તો અમને આનંદ થશે. તેમણે ફરી કહ્યું હતું કે સીમા પર સ્થિતિને લઇને ભારત-ચીન બંને દેશો સાથે વાત કરી રહ્યા છીએ.

રાજનાથ સિંહ હાલમાં રશિયાના પ્રવાસે છે ત્યારે રક્ષા રાજનાથ સિંહે ચીનના રક્ષા મંત્રી જનરલ વેઇ ફેંધહીની વચ્ચે મોસ્કો ખાતે 2.20 કલાકની બેઠક યોજાઇ હતી. ટ્રમ્પ પહેલા પણ આ રીતનો પ્રસ્તાવ મૂકી ચૂક્યા છે.

મહત્વનું છે કે, ભારત અને ચીન વચ્ચે સીમા તણાવ વચ્ચે આર્મી ચીફ નરવણેએ 2 દિવસની લદ્દાખની મુલાકાત લીધી હતી. નરવણેએ કહ્યું હતું કે, લદ્દાખ પાસે સ્થિતિ થોડી તણાવપૂર્ણ છે. ભારત દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. ભારત-ચીન વચ્ચેની સમસ્યાનો ઉકેલ વાતચીતથી જ આવી શકે છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code