1. Home
  2. ગુજરાતી
  3. BSNL એ ખર્ચમાં ઘટાડો કરવાના આપ્યા આદેશ – 20 હજાર કર્મચારીઓ થઈ શકે છે બેરોજગાર
BSNL એ ખર્ચમાં ઘટાડો કરવાના આપ્યા આદેશ – 20 હજાર કર્મચારીઓ થઈ શકે છે બેરોજગાર

BSNL એ ખર્ચમાં ઘટાડો કરવાના આપ્યા આદેશ – 20 હજાર કર્મચારીઓ થઈ શકે છે બેરોજગાર

0
Social Share
  • બીએસએનએ નો મહત્વનો નિર્ણય
  • ખર્ચ કટોતીના આદેશ આપ્યા
  • 20 હજાર કર્મીઓએ નોકરી ગુમાવાનો વારો આવી શક છે
  • બે રોજગારીની દિશામાં બીએસએનએલના કર્મચારીઓ

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો ફટકો પડ્યો છે ત્યારે દેશમાં કોરોનાને લઈને સ્થિતિ અસામાન્ય જોવા મળી રહી છે, અનેક કંપનીઓ પોતાના કર્મીઓની છંટણી કરી રહ્યા છે તો કેટલીક કંપનીઓ દ્વારા પગારમાં કાપ મૂકવામાં આવી રહ્યો છે, તો કેટલીક કંપનીઓમાં વાર્ષિક ઈન્ક્રિમેન્ટ પણ આપવામાં આવ્યું નથી, જાણે નોકરીયાત વર્ગ પર લટકતી તલવાર જોવા મળી રહી છે, આ સમગ્ર બાબતમાં હવે જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની બીએસએનએલ પણ પાછળ નથી રહી, બીએસએનએલ એ આદેશ આપ્યો છે જે હેછળ, લગભગ 20 હજાર કર્મચારી બેરોજગાર થઈ શકે છે.કારણ કે, બીએસએનએલે તેના તમામ એકમોને કરારના કામો પર ખર્ચ ઘટાડવા આદેશઓ જારકી કર્યા છે, જેનાથી હવે 20 હજાર કર્મચારીઓ બેરોજગાર બનશે. આ દાવો બીએસએનએલના કર્મચારી યૂનિયને કર્યો છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે, આ યૂનિયને એક દાવો એવો પણ કર્યો છે કે, 30 હજાર જેટલા ક્રોન્ટ્રાક્ટ કર્મીઓને પહેલાથી જ હાકી કાઢવામાં આવ્યા છે, તે સાથે જ આ પ્રકારના કર્મીઓને છેલ્લા એક વર્ષથી પગાર પણ કરવામાં આવ્યો નથી, બીએસએનએલના ચેરમેન અન મેનેજિંગ ડિરેક્ટર પી.કે. પૂરવારને યૂનિયને લખેલા પત્રમાં કહ્યું છે, કે સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ યોજના એટલે કે વીઆરએસ બાદ કંપનીની આર્થિક સ્થિતિ વધુ કથળી ચૂકી છે. વિવિધ શહેરોમાં માનવશ્રમના અભાવને કારણે નેટવર્કમાં ખામી સર્જાવાની સમસ્યામાં વધારો થયો છે.

યુનિયનએ સમગ્ર બાબતે કહ્યું કે, વીઆરએસ પછી પણ બીએસએનએલ કંપની તેના કર્મચારીઓને સમયસર પગાર ચૂકવવામાં સક્ષમ રહી નથી. યુનિયનએ કહ્યું કે, છેલ્લા 14 મહિનાથી પગારની ચુકવણી ન થવાના કારણે 13 કરાર કામદારો આત્મહત્યા કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, તીજેતરમા જ બીએસએનએલ દ્વારા તમામ ચીફ જનરલ મેનેજરોને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પર ખર્ચ ઘટાડવા તાત્કાલિક પગલા લેવાના આદેશ જારી કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોન્ટ્રાક્ટ કામદારોના માધ્યમથી પણ કોન્ટ્રાકટરો દ્વારા કામ લેવામાં પણ ખર્ચ ઘટાડો કરવાનું જણાવ્યું હતું.

સાહીન-

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code