1. Home
  2. ગુજરાતી
  3. કોવિડ-19 ઇફેક્ટ: ભારતની માથાદીઠ આવક પ્રી-કોવિડ સ્તરે પહોંચતા લાગશે 2 વર્ષનો સમય

કોવિડ-19 ઇફેક્ટ: ભારતની માથાદીઠ આવક પ્રી-કોવિડ સ્તરે પહોંચતા લાગશે 2 વર્ષનો સમય

0
Social Share
  • ભારતીય અર્થતંત્રને લઇને ચિંતાના સમાચાર
  • ભારતની માથાદીઠ આવક પ્રી-કોવિડ સ્તરે પહોંચતા 2 વર્ષનો સમય લાગશે
  • ભારતની માથાદીઠ આવક વર્ષ 2021માં ઘટીને 1876.5 ડોલર થવાની સંભાવના

નવી દિલ્હી:  ભારતીય અર્થતંત્રને લઇન એક ચિંતાના સમાચાર છે. ભારતના અર્થતંત્રમાં ડબલ ડિજીટના ઘટાડાને કારણે નાણાકીય વર્ષ 2021માં ભારતની માથાદીઠ આવક 2000 ડોલર કરતાં ઘટી જશે. બીજી તરફ પર કેપિટા જીડીપી નાણાકીય વર્ષ 2022છી વધવાની શરૂ થશે. કોરોનાને કારણે લાગેલા મારથી બહાર નીકળવામાં ભારતને એક વર્ષથી વધુ સમય લાગી શકે છે. કોરોના સંક્રમણને કારણે લાગુ કરાયેલા લોકાડાઉનથી ભારતીય અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના અનુમાન અનુસાર ભારતની માથાદીઠ આવક વર્ષ 2021માં ઘટીને 1876.5 ડોલર થવાની સંભાવના છે જે ગત વર્ષે 2097.78 ડોલર હતી. નાણાકીય વર્ષમાં પર કેપિટા જીડીપી વધીને 2030.62 ડોલર થઇ જશે જ્યારે નાણાકીય વર્ષ 2023માં તે 2195.14 ડોલર થવાનું અનુમાન છે. આ રીતે જોવા જઇએ તો દેશની કુલ માથાદીઠ આવકને પ્રી-કોવિડ-19ના સ્તરે પહોંચતા 2 વર્ષનો સમય લાગી શકે છે.

ભારતના પાડોશી દેશો સાથે ભારતની સરખામણીની દ્રષ્ટિએ જોઇએ તો ભારતને વધુ ફટકો પડવાની શક્યતા સેવાઇ રહી છે. રેન્કિંગની દૃષ્ટિએ જોઇએ તો ભારત આ વર્ષે બાંગ્લાદેશથી પાછળ થઇ ગયું છે. બીજી તરફ ઇન્ડોનેશિયા અને ચીન જેવા દેશો સાથે અંતર વધી શકે છે. IMFએ નાણાંકીય વર્ષ 2021માં ભારતીય અર્થતંત્ર 2.6 લાખ કરોડનું રહેશે તેવો અંદાજ વ્યક્ત કર્યો છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code