1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોયના ઘરે ડ્રગ્સ કેસના મામલે પોલીસના દરોડા
બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોયના ઘરે ડ્રગ્સ કેસના મામલે પોલીસના દરોડા

બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોયના ઘરે ડ્રગ્સ કેસના મામલે પોલીસના દરોડા

0
  • વિવેક ઓબેરેયના ઘરે પોલીસના દરોડા
  • સાળાના કેસ મામલે પોલીસે વિવેકના ઘરની તલાશી લીઘી
  • આદિત્ય અલવા પર ડ્રગ્સ સપ્લાય કરવાનો આરોપ છે

જાણે આજકાલ બોલિવૂડમાં ડ્રગ્સને લઈને  અનેક ચર્ચાઓ અને અનેક નામો બહાર આવી રહ્યા છે ત્યારે હવે બેંગલુરુ પોલીસે આજે ગુરુવારના બપોરે 1 વાગ્યે આસપાસ બોલિવૂડના જાણિતા એક્ટર વિવેક ઓબેરોયના ઘરે રેડ પાડી છે.

આ રેડ પાડવા માટેનું કારણ છે વિવેકનો સાળો, જી હા વિવેકની પત્નીના ભાઈ આદિત્ય અલવાના મામલે તપાસ કરવામાં આવી રહી છે, બેંગલુરુ પોલીસે સર્ચ વોરેન્ટ રજુ કરીને જુહુ સ્થિત વિવેકના ઘરે સર્ચ ઓપરેશન દાથ ઘર્યું છે.

ઉલ્લખેનીય છે કે આદિત્ય અલવા કર્ણાચક રાજ્યના પૂર્વ મંત્રી રહી ચૂકેલા જીવરાજ અલવાના પુત્ર છે, જેના પર ક્ન્નડ ફિલ્મોના સિંગર્સ અને એક્ટર્સને ડ્રગ્સ સપ્લાય કરવાનો આરોપ લાગ્યો છે,અને આ આદિત્ય વિવેકની પત્નિનો ભાઈ છે.

પોલીસ અધિકારીએ આ દરોડા અંગે પાડવા અંગે જણાવ્યું હતું કે, ‘આદિત્ય અલવા ભાગેડૂં છે. વિવેક ઓબેરોય તેના સંબંધી છે અને અમને એવી માહિતી મળી છે કે અલવા વિવેકના ઘરે છે. જેના કારણે અને આ અંગે ભાળ મેળવવા માંગીએ છીએ,જેના માટે અમારા દ્વારા કોર્ટમાંથી વોરેન્ટ લેવામાં આવ્યું હતું, અમારી ક્રાઈમ બ્રાંચની ટીમ બેંગાલુરુથી તેમના મુંબઇ જુહુ સ્થિતના ઘરે પહોંચી તલાશી લીઘી હતી.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code