1. Home
  2. ગુજરાતી
  3. દેશના આયકર વિભાગની દિવાળી ભેટ, 38 લાખ કરદાતાઓને ચૂકવ્યું રિફંડ
દેશના આયકર વિભાગની દિવાળી ભેટ, 38 લાખ કરદાતાઓને ચૂકવ્યું રિફંડ

દેશના આયકર વિભાગની દિવાળી ભેટ, 38 લાખ કરદાતાઓને ચૂકવ્યું રિફંડ

0
Social Share
  • દેશના આયકર વિભાગે દિવાળી પહેલા કરદતાઓને આપી ભેટ
  • CBDTએ પોતાના 38.11 લાખ કરદાતાઓને 1,23,474 કરોડ રૂપિયાનું રિફંડ કર્યું ઇશ્યૂ
  • 1 એપ્રિલ 2020 થી 13 ઑક્ટોબર 2020 દરમિયાન રિફંડ ઇશ્યૂ કરાયું

નવી દિલ્હી: દેશના આયકર વિભાગે દિવાળી પહેલાં જ લોકોને ભેટ આપી છે. CBDTએ પોતાના 38.11 લાખ કરદાતાઓને 1,23,474 કરોડ રૂપિયાનું રિફંડ ઇશ્યૂ કર્યું છે. આયકર વિભાગ અનુસાર 1 એપ્રિલ 2020 થી 13 ઑક્ટોબર 2020 દરમિયાન રિફંડ ઇશ્યૂ કરવામાં આવ્યું છે. તેમાં 36.21 લાખ લોકોને ઇશ્યૂ કરવામાં આવ્યું છે. તેમાં 33442 કરોડનો પર્સનલ ઇનકમ ટેક્સ અને 90,032 કરોડ રૂપિયાના કોર્પોરેટ ટેક્સ સામેલ છે.

તમે પણ તમારું રિફંડ અહીંયા આપેલી પ્રક્રિયા દ્વારા સરળ રીતે ચેક કરી શકો છો

કેવી રીતે ચેક કરશો ટેક્સ રિફંડ

1. ટેક્સપેયર્સ જો તમે ટેક્સ રિફંડને ચેક કરવા માંગો છો તો તમારે ઇન્કમ ટેક્સ વિભાગની વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in ખોલવી પડશે.

2. અહીં યૂઝર આઇડી અને પાસવર્ડ નાખીને લોગ ઇન કરો.

3. ‘View Returns/Forms’ પર ક્લિક કરો.

4. ‘Income Tax Returns’ પર ક્લિક કરો.

5. એક્નોલેજમેંટ નંબર પર ક્લિક કરો, જે એક હાઇપરલિંક હશે. FY 2019-20, અસેસમેંટ ઇયર AY 2020-21ને સિલેક્ટ કરો.

તેમાં તમને નીચેની તરફ ઇનકમ ટેક્સ રિફંડ જોવા મળશે. જેમાં મોડ ઓફ પેમેન્ટ ક્લિયરન્સ ડેટ અને એમાઉન્ટ પણ લખેલી હશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આત્મનિર્ભર ભારત યોજનાની જાહેરાત કરાયા બાદ રિફંડ પરત આપવાની પ્રક્રિયાને ઝડપી બનાવાઇ છે તેવું આયકર વિભાગે જણાવ્યું હતું. આ વર્ષે કોઇને પણ ઇનકમ ટેક્સ રિફંડ માટે રિકવેસ્ટ નહીં કરવી પડે. જે લોકોને રિફંડ પ્રાપ્ત થયું નથી તેઓ તાત્કાલિક ઇમેઇલ પર જણાવી શકે છે, જેથી તેમને જલ્દી રિફંડ મળી શકે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code