1. Home
  2. ગુજરાતી
  3. ક્રિસમસ પહેલાં યુરોપના બજારમાં કોરોના વેક્સીન થશે ઉપલબ્ધ, EUએ આપી મંજૂરી
ક્રિસમસ પહેલાં યુરોપના બજારમાં કોરોના વેક્સીન થશે ઉપલબ્ધ, EUએ આપી મંજૂરી

ક્રિસમસ પહેલાં યુરોપના બજારમાં કોરોના વેક્સીન થશે ઉપલબ્ધ, EUએ આપી મંજૂરી

0
Social Share
  • ક્રિસમસ પહેલા યુરોપના બજારમાં કોરોના વેક્સીન થશે ઉપલબ્ધ
  • યુરોપિયન સંઘએ આપી ઔપચારિક મંજૂરી
  • તમામ દેશોમાં સમાન સ્થિતિ પર થશે ઉપલબ્ધ
  • ખુબ જ મુશ્કેલ વર્ષનો સુખદ અંત – ઉર્સલા વોન ડે લેયેન

દિલ્લી: કોરોનાવાયરસના નવા ખતરા વચ્ચે યુરોપના બજારમાં વેક્સીનને લાવવાની તૈયારીઓ લગભગ પૂર્ણ થઇ ચુકી છે. બાયોટેક અને ફાઇઝરને મળીને જે કોરોનાની વેક્સીન તૈયાર કરવામાં આવે છે, તેને યુરોપના બજારમાં લાવવાની મંજૂરી મળી ગઈ છે. 27 દેશોના સંગઠન યુરોપિયન સંઘએ સોમવારે તેને ઔપચારિક મંજૂરી આપી દીધી.

એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, વેક્સીન બજારમાં આવ્યા પછી તમામ સદસ્ય દેશ ક્રિસમસ પછી પોતાના નાગરિકોને મહામારીથી બચાવવા પહેલી વેક્સીન લગાવવાનું શરૂ કરશે. યુરોપિયન મેડીસીન એજન્સીએ જણાવ્યું છે કે, આ વેક્સીન સલામતી અને ગુણવત્તાના તમામ માપદંડોને પૂર્ણ કરે છે. થોડા કલાકો પછી યુરોપિયન સંઘના કાર્યકારી આયોગે વેક્સીનને બજારમાં રજૂ કરવાની મંજૂરી આપી દીધી.

બ્રસેલ્સને બજારમાં વેક્સીન લાવવાનાં નિયમો નક્કી કરવામાં બે થી ત્રણ દિવસનો સમય લાગી શકે છે. યુરોપિયન આયોગના પ્રેસીડેન્ટ ઉર્સલા વોન ડે લેયેને કહ્યું, ‘જેમ અમે વચન આપ્યું હતું, તેમ વેક્સીન એકસરખી સ્થિતિમાં યુરોપિયન સંધના તમામ દેશોમાં એક સાથે મળી રહેશે.’

વેક્સીનની રજૂઆત અંગે ખુશી વ્યક્ત કરતાં લેયેને જણાવ્યું હતું કે, ખૂબ જ મુશ્કેલ વર્ષનો સુખદ અંત છે, આખરે આપણે કોવિડ -19ના આ અધ્યાયના પાના ફેરવવા તૈયાર છીએ. લેયેને કહ્યું કે, વેક્સીન સપ્લાય આ શનિવારે શરૂ થશે અને 27થી 29 ડિસેમ્બર દરમિયાન આખા યુરોપિયન સંધમાં વેક્સીનેશન શરૂ થશે.

-દેવાંશી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code