1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોરોના બાદ કેરળમાં ‘શિગેલા’ની દસ્તક – એર્નાકુલમ જીલ્લામાં 56 વર્ષીય મહિલામાં આ બીમારીના લક્ષણો જોવા મળ્યા
કોરોના બાદ કેરળમાં ‘શિગેલા’ની દસ્તક – એર્નાકુલમ જીલ્લામાં 56 વર્ષીય મહિલામાં આ બીમારીના લક્ષણો જોવા મળ્યા

કોરોના બાદ કેરળમાં ‘શિગેલા’ની દસ્તક – એર્નાકુલમ જીલ્લામાં 56 વર્ષીય મહિલામાં આ બીમારીના લક્ષણો જોવા મળ્યા

0
Social Share
  • કેરળમાં હવે શિગેલાની એન્ટ્રી
  • 56 વર્ષીય મહિલામાં લક્ષણ જોવા મળ્યા

દિલ્હીઃ-કેરળ રાજ્યમાં કોરોનાનો કહેર સૌ પ્રથમ જોવા મળ્યો હતો, જો કે તેને ખુબઝ ઝપડથી કંટ્રોલ કરાયુંહતું , ત્યાર બાદ હવે અહીં એક બીજી  બીમારી ફેલાઈ રહી છે આ બીમારીમાં એક 11 વર્ષના છોકરાનું મૃત્યુ થયું છે. આ જ રોગના લક્ષણો હવે કેરળના એર્નાકુલમ જિલ્લામાં પણ જોવા મળી આવ્યા છે, જ્યાં એક 56 વર્ષીય મહિલા આ બીમારીનો શીકાર થઈ છે .

કેરળના કોઝિકોડ બાદ, એર્નાકુલમમાં પણ શિગેલા રોગની પુષ્ટિ થઈ છે.ચોટ્ટાનિક્કારાની રહેવાસી 56 વર્ષીય મહિલામાં આ રોગના લક્ષણો જોવા મળ્યા છે. તેની સારવાર એર્નાકુલમની એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. તાવના કારણે તે 23 ડિસેમ્બરથી હોસ્પિટલમાં દાખલ છે.

એર્નાકુલમ જિલ્લાના કલેકટર એસ સુહાસે કહ્યું કે ગભરાવાનું કોઈ કારણ નથી. માત્ર બે લોકોને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે આ વિસ્તારમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ચોટ્ટાનિક્કાર અને તેની આસપાસનો વિસ્તાર ડિસઈન્ફેક્ટેડ કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખની છે કે, કોઝિકોડમાં 11 વર્ષના બાળકના મૃત્યુ પછી, દરેકને કોઝિકોડમાં એન્ટી બેક્ટેરિયલ દવાઓ આપવામાં આવશે. અહીં 7 લોકો શિગેલા રોગથી પીડિત છે, કોરોના બાદ કેરળમાં શિગેલા રોગ ઝડપથી ફેલાઇ રહ્યો છે. આ રોગ દૂષિત પાણી અને ખોરાક દ્વારા થાય છે. આ રોગ મુખ્યત્વે આંતરડાને અસર કરે છે અને મળ સાથે લોહી પણ બહાર આવે છે.

સાહિન-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code