1. Home
  2. ગુજરાતી
  3. પુતિનને મોટો ઝટકો!રશિયાની સરહદ નજીક પહોંચ્યું નાટો,આ દેશને સભ્ય બનાવ્યો
પુતિનને મોટો ઝટકો!રશિયાની સરહદ નજીક પહોંચ્યું નાટો,આ દેશને સભ્ય બનાવ્યો

પુતિનને મોટો ઝટકો!રશિયાની સરહદ નજીક પહોંચ્યું નાટો,આ દેશને સભ્ય બનાવ્યો

0
Social Share

દિલ્હી : રશિયાનો પાડોશી દેશ ફિનલેન્ડ મંગળવારે એટલે કે આજે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)માં સત્તાવાર રીતે સામેલ થવા જઈ રહ્યો છે. નાટોના વડા જેન્સ સ્ટોલ્ટનબર્ગનું કહેવું છે કે ફિનલેન્ડ મંગળવારે આ સૈન્ય જોડાણનું 31મું સભ્ય બનશે. આ સમાચાર રશિયા માટે આંચકા સમાન છે.

સ્ટોલ્ટનબર્ગે બ્રસેલ્સમાં નાટો વિદેશ મંત્રીઓની બેઠકની પૂર્વ સંધ્યાએ કહ્યું કે આ એક ઐતિહાસિક સપ્તાહ છે. ફિનલેન્ડ નાટોનું સંપૂર્ણ સભ્ય બનશે. અમે આશા રાખીએ છીએ કે આગામી કેટલાક મહિનામાં સ્વીડન પણ નાટોમાં જોડાઈ જશે.

તેમણે કહ્યું કે અમે નાટો હેડક્વાર્ટરમાં પ્રથમ વખત ફિનલેન્ડનો ધ્વજ ફરકાવશું. ફિનલેન્ડની સુરક્ષા અને નાટો બંને માટે આ એક શાનદાર દિવસ હશે

સ્ટોલ્ટનબર્ગે જણાવ્યું કે નાટોના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની બેઠક બ્રસેલ્સમાં યોજાશે. ફિનલેન્ડની સદસ્યતાને ટેકો આપનાર છેલ્લો દેશ તુર્કી તેના સત્તાવાર દસ્તાવેજો યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકનને સોંપશે. તે પછી તે ફિનલેન્ડને પણ આવું કરવા આમંત્રણ આપશે.

સ્ટોલ્ટનબર્ગે જણાવ્યું હતું કે મંગળવારે બપોરે નાટોના મુખ્યમથક ખાતે ફિનલેન્ડના ધ્વજને સમાવવા માટે ધ્વજવંદન સમારોહ યોજાશે.

યુક્રેન પર રશિયાના હુમલા પછી, ફિનલેન્ડે સ્વીડનની સાથે નાટોમાં જોડાવા માટે અરજી કરી. તે સમયે તુર્કીએ ફિનલેન્ડની સદસ્યતા પર વીટો કર્યો હતો. પરંતુ બાદમાં તુર્કીએ ફિનલેન્ડના સભ્યપદને મંજૂરી આપી હતી. પરંતુ તેણે સ્વીડનના નામે પીછેહઠ કરી હતી.

હકીકતમાં, તુર્કીનું કહેવું છે કે ફિનલેન્ડ અને સ્વીડન બંને તેના દેશમાં કાર્યરત આતંકવાદી જૂથોને મદદ કરે છે. પરંતુ સ્વીડન અને ફિનલેન્ડે આ વાતને નકારી કાઢી છે. ફિનલેન્ડ રશિયા સાથે સરહદ વહેંચે છે. આવી સ્થિતિમાં હવે નાટોએ રશિયાના ઉત્તરમાં પણ કબજો જમાવી લીધો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code