
દિલ્હી એરપોર્ટ પર દુબઈ માટે ટેકઓફ થયેલી ફ્લાઈટ સાથે પક્ષી અથડાયું, ઈમરજન્સી જાહેર કરાઈ
- દિલ્હી દુબઈ માટે ટેકઓફ થયેલી ફ્લાઈટ સાથે પક્ષી અથડાવાની ઘટના
- તાત્કાલિક ઘોરણે ઈમરજન્સી જાહેર કરાઈ
દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી વિમાન સાથેની થતી ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છએ ક્યારેક વિમાનમાં ટેતનિકલ ખામી સર્જાવાની ઘટના સામે આવે છએ તો ક્યારેક ફ્લાઈટમાં પેસેન્જર દ્રારા અપમાનભર્યા વર્તનની ઘટના બને છે તો વળી ક્યારેક ફ્લાઈટની સાથે પક્ષી અથડાવાની ઘટના સામે આવે છે ત્યારે હાલ દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટ સાથએ પક્ષી અથડાવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે દિલ્હીના ઈન્દિરા ગાંઘી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હાલ સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. આ અંતર્ગત એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ વગેરેને ઘટના સ્થળે લાવી દેવામાં આવ્યા છે.
વાત જાણે એમ છે કે દિલ્હી એરપોર્ટથી દુબઈ જઈ રહેલા ફેડેક્સ એરક્રાફ્ટની જેમ ઉડાન ભરી કે તરત જ પક્ષી તેના સાથએ અથડાવાની ઘટના સર્જાય . જે બાદ તે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ કારણે એરપોર્ટ પ્રશાસને ઈમરજન્સી જાહેર કરી છે, જેથી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકાય.
ઉલ્લેખનીય છે કે ઈમરજન્સી જાહેર કરવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો હતો કે એરક્રાફ્ટ દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ શકે અને ટેક્નિકલ એક્સપર્ટ ફરીથી ઉડાન ભરવાની પરવાનગી આપતા પહેલા એરક્રાફ્ટમાં કોઈ ટેકનિકલ ખામીની તપાસ કરવામાં આવે.