1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અદાણી વિદ્યામંદિરમાં થયું સપનુ સાકાર: ગુજરાતી અલ્વિના જર્મન ભાષામાં ટોપર બની
અદાણી વિદ્યામંદિરમાં થયું સપનુ સાકાર: ગુજરાતી અલ્વિના જર્મન ભાષામાં ટોપર બની

અદાણી વિદ્યામંદિરમાં થયું સપનુ સાકાર: ગુજરાતી અલ્વિના જર્મન ભાષામાં ટોપર બની

0

અમદાવાદઃ ઉત્સાહવર્ધક જ્ઞાન પોષવું એ કદાચ શિક્ષણનું સૌથી મહત્વપૂર્ણ યોગદાન છે. અદાણી વિદ્યામંદિર અમદાવાદ (AVMA)  સતત એ માટે પ્રયત્નશીલ છે. તેનું જીવંત ઉદાહરણ છે વિદ્યામંદિરની વિદ્યાર્થિની અલ્વિના રોય. ગુજરાતની તેજસ્વી વિદ્યાર્થિની અલ્વિના જર્મન ભાષામાં ટોપર બનવાનો શ્રેય અદાણી વિદ્યામંદિરના શિક્ષકોને આપે છે.

વર્ષ 2015માં AVMAમાં પ્રવેશ મેળવનાર 15વર્ષીય અલ્વિના મહેનતું વિદ્યાર્થિની છે. ગત વર્ષે પુણેમાં આયોજીત આંતરશાળા સ્પર્ધામાં તેણે સ્ટુડન્ટ ઑફ ધ યરનો પુરસ્કાર જીત્યો હતો. ઉત્સુક અને જીજ્ઞાસુ હોવાને કારણે તે વર્ગખંડમાં નિયમિત રીતે પોતાની સુઝબુઝ વધારતી રહી. AVMA તેના તમામ વિદ્યાર્થીઓને ફોરેન લેંગ્વેજ ઓલિમ્પિયાડ એસોસિએશન (FLOA) દ્વારા સ્વ-શિક્ષણ વીડિયો થકી વિદેશી ભાષાઓ શીખવાની સુવિધા પૂરી પાડે છે. અલ્વીનાએ વિદેશી ભાષાઓ પૈકી જર્મન શીખવાનું નક્કી કરીને તેમાં ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કર્યુ.

જર્મન ભાષા પસંદ કરવા બાબતે તે જણાવે છે કે “હું શરૂઆતમાં ફ્રેન્ચ શીખવા માંગતી હતી, પરંતુ મારા પિતાએ આગ્રહ કર્યો કે હું બીજી કોઈ ભાષા શીખું જે સામાન્ય ન હોય તેથી મેં જર્મન પસંદ કર્યું”. એલ્વિનાએ FLOA દ્વારા પ્રસારિત કરવામાં આવતા વીડિયો અને અભ્યાસ સામગ્રીની મદદથી જર્મન ભાષા શીખી છે.

વધુમાં તે જણાવે છે કે “મારી સફળતા માટે હું શાળાની ખુબ જ આભારી છું. મેં જર્મન ભાષામાં પ્રભુત્વ માટેની લેવલ 1ની પરીક્ષા પૂર્ણ કરી, ત્યારબાદ FLOA દ્વારા લેવલ 2ની પરીક્ષામાં ગુજરાતમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું અને રાષ્ટ્રીયસ્તરે 12મું સ્થાન મેળવ્યું છે. મારા શિક્ષકોના સમર્થન અને માર્ગદર્શન માટે હું તેમનો આભાર માનું એટલો ઓછો છે. ગુજરાતના જર્મન ભાષાના ટોપરનું બિરુદ મારા માટે સપનું સાકાર કરવા સમાન છે. હું કંઈક નવું શીખવા માંગતી હતી, મારી જાતને પડકારવા માંગતી હતી, ટોપર બનવું એ તો બોનસ છે,”

અલ્વિના ભવિષ્યમાં સિવલ સર્વન્ટ બની રાષ્ટ્રની સેવા કરવા માંગે છે. તે રાજ્યની મુલાકાતે આવતા જર્મન પ્રવાસીઓની તેમની ભાષામાં મદદ કરવા માંગે છે.

અલ્વિના જણાવે છે કે “મારી માતા ઇચ્છે છે કે હું લેવલ 3 પર જાઉં પણ હજી મેં નિર્ણય લીધો નથી. મારા શિક્ષકોનું સૂચન છે કે હું આ કૌશલ્યનો સકારાત્મક રીતે ઉપયોગ કરું. હું જર્મન એમ્બેસીનો સંપર્ક કરવા તેમજ જર્મન પ્રવાસીઓ ગુજરાત કે અમદાવાદની મુલાકાત લે ત્યારે તેમને મદદ કરવા ઈચ્છું છું.

શૈક્ષણિક બાબતોમાં શ્રેષ્ઠતા ધરાવતી સંસ્થા AVMA નિતિશાસ્ત્રના મૂલ્યોને ખૂબ મહત્વ આપે છે. તે વિદ્યાર્થીઓને વૈશ્વિક નાગરિકો બનાવવાના વિઝન અને મિશનને સાકાર કરવા પ્રતિબદ્ધ છે. પ્રત્યેક વિદ્યાર્થીમાં કંઈક ખાસ હોય છે, તેની પ્રતિભાને ઓળખીને તેઓ દરેકને ક્ષમતાઓ અનુસાર સાચા અર્થમાં સશક્ત બનાવવા અવિરત કાર્યરત છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.